સોમવાર, 21 જૂન, 2010

ભાગદોડના જોખમ

આ બ્લોગ-પત્ર અમારા આગળ નાં બ્લોગ-પત્ર ની ચર્ચા છે. અમારા મિત્રોએ જે બાબત યોગ્યપણે જણાવી છે અને જેની સાથે અમે સંમત છીએ તે પ્રમાણે, શાળાઓમાં સુરક્ષા કવાયતો જિંદગીઓ બચાવવાની દિશામાં ચોક્કસપણે આગળ લઈ જવાનો એક પ્રયત્ન છે. આ ચર્ચા ચાલુ રાખવાની પણ અમારી ઇચ્છા છે, કારણ કે અમને લાગે છે કે અમારા છેલ્લા લેખ માં કેટલાક સવાલોના જવાબો અપાયા નહોતા. એ નીચે પ્રમાણે છે:

1. શાળાઓમાં આવી સામૂહિક સ્થળાંતર કવાયતો કરાવતી વખતે ભાગદોડની સંભાવના કેટલી

2. ડ્રોપ-ડક-કવર-હોલ્ડ સિવાય અન્ય પદ્ધતિઓ કઈ છે?

3. વિકાસશીલ દેશોના સત્તાવાળાઓ આવી કવાયતો હાથ ધરવા માટે સજાગ કેમ નથી?

ઉપરોક્ત છેલ્લા બે સવાલોના જવાબો આપવાનું કામ આ વિષયના ચોક્કસ નિષ્ણાતો ઉપર છોડી દઇને આપણે પ્રથમ સવાલ અંગે એક દ્રષ્ટિકોણ ચોક્કસપણે રજુ કરી શકીએ એમ છીએ.

જવાબ છે, ભાગદોડની સંભાવના અત્યંત ઓછી છે, પરંતુ કદાચ આ બાબતે સ્પષ્ટતા કરવાની જરૂર છે.

એક ખોટી ચેતવણીથી આતંક સર્જાઈ શકે છે, તો પણ સ્થળાંતર કવાયતો અને વાસ્તવિક આપત્તિ (કુદરતી) ઘટનાઓ મોટેભાગે સંકલિત ઘટનાઓ છે. સંભાવના શૂન્ય હોઈ શકે છે, પરંતુ ભીડવાળી જગ્યાઓ પર ભાગદોડ મચી શકે છે. ભીડનું સંચાલન આનો એક જવાબ છે અને સંશોધનો ચાલુ છે અને સભાનતા વધતી જાય છે. ઉદાહરણરૂપે જુઓ, ગઈ સદીમાં ભાગદોડ સંબંધિત થયેલી ત્રીસ ઘટનાઓ અંગે વિકિપીડિયા સૂચી અને હવે પ્રથમ જ દાયકામાં બનેલી ત્રીસ ઘટનાઓ. એક બાબત આપણે નોંધી શકીએ છીએ કે આવી માહિતી અંગેની આપણી જાણકારી હવે વધી છે. બીજી બાબત એ નોંધવા જેવી છે કે પ્રાણીઓની જેમ કે પછી તેમનાથી વિપરીતપણે, માણસો પણ કોઈ સ્થળે ઉપસ્થિત રહેવાના ઉદ્દેશ્યની સ્પષ્ટ વૃત્તિ ધરાવતા ના હોય, ત્યારે અવ્યવસ્થા અને ભાગદોડનો ભોગ બને છે. હુલ્લડો જેવી ઘટનાઓ, રમતગમતના પ્રસંગે એકત્રિત મેળાવડો કે પછી ધાર્મિક પ્રસંગ જેવી ઘટનાઓ આ સૂચી માં આપેલા ઉદાહરણો માત્ર છે. અન્ય ઉદાહરણોને બહારના ઉદાહરણો તરીકે ગણી શકાય. સદનસીબે, જ્યાં શિક્ષણ અને તેના સ્થળો ગંભીરતાપૂર્વક લક્ષમાં લેવાય છે, ત્યાં આવી મોટાભાગની સમસ્યા સતર્કતા અને નિવારણના ઉપાયો માત્રથી ટાળી શકાય છે.

ભીડવાળી જગ્યામાં આપાતકાલીન આયોજન, નાના રસ્તાઓ, અડચણો કે અડચણોનો અભાવ, નિયંત્રિત ભીડ પ્રવાહ, સંતુલિત ભીડ પ્રમાણ (કે ગતિવિધિ) પર કાર્ય આના કેટલાક ઉદાહરણો છે.

અને, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એવા સ્થળો છે, જ્યાં આ બધું શીખવી શકાય.
--
ભાગદોડ, વૈજ્ઞાનિક રીતે (વધારે સચોટપણે ભૌતિકશાસ્ત્રમાં) 'આવેગ'(Impulse) નામના એક શબ્દના ક્ષેત્ર હેઠળ આવતી બાબત છે. આવેગને એક શરીરની ગતિવિધિમાં આવતા ‘પરિવર્તન’(Change in Momentum) તરીકે અને બીજા શબ્દોમાં કહીએ તો સંબંધિત શરીરોના ‘દ્રવ્યમાન’(Mass) અને ‘વેગમાં’(Velocity) થતા પરિવર્તન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. અને જ્યારે ઘણા બધા શરીરો હોય છે, ત્યારે વિવિધ પ્રકારની ઝડપ અને દ્રવ્યમાન હોય છે જ અને આ શરીરો એકબીજા સાથે અથડાશે.

કુદરતની પણ ઉપરવટ જઇને માણસ કદાચ નીચેની બે રીતે કાર્ય કરી શકે છે:

1. તેની ઝડપના ફેરફારને અંકુશિત કરીને
2. તેના વજનને ઘટાડીને

બહાર જતી વખતે સહાજિકપણે વર્તો, એટલું જ નહીં તમારી ઝડપને અંકુશમાં રાખો અને બીજા પરથી તમારા વજનને હટાવો. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે આપાતકાલીન ઘંટડી વાગે ત્યારે સાથે મળીને સહજતા અને શાંતિપૂર્વક વર્તો.
--
સંદર્ભો:


મંગળવાર, 18 મે, 2010

એક અગત્યની કવાયત

તાજેતરમાં પાંચમી એપ્રિલે એનજીઓ જીઓ હેઝાર્ડ્ઝ અને તેના ભાગીદારોએ ભારતમાં ભૂકંપનું ઊંચુ જોખમ ધરાવતા વિસ્તારોમાં તિબેટી શાળાઓની સાથે એક જંગી ભૂકંપ સુરક્ષા કવાયત કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ ખરેખર એક જંગી કવાયત છે કારણકે આ ડ્રીલમાં દેશના છ રાજ્યોની શાળાઓના લગભગ સોળ હજાર (૧૬૦૦૦) બાળકોએ ભાગ લીધો હતો.

આ ભૂકંપ કવાયતો વિશેષજ્ઞતાનો વિષય છે અને ભારતમાં લાંબા સમય સુધી ચાલનારી આયોજન અને અમલની પરિસ્થિતિઓ સાથે સંકળાયેલી બાબત છે, એટલું જ નહીં આ કવાયતોને વધારે વ્યાપક તથા નિયમિત ધોરણે હાથ ધરવાની જરૂર છે.


કદાચ આ વિષયની સંવેદનશીલતાને કારણે વિચારણા અને આયોજનના તબક્કાઓ દરમિયાન પ્રગટ થતી ચિંતાઓ નિષ્ણાતોને પણ અચંબો પમાડે છે. ટૂંકમાં, આ સંવાદો યોગ્ય કવાયત પદ્ધતિશાસ્ત્ર અને તેની પસંદગી કરવાથી માંડીને તેનો અમલ કરવાના યોગ્ય માર્ગને આવરી લે છે.

આ ભૂકંપ કવાયતો સમજવા માટેના કેટલાક સંસાધનો અમને ઇન્ટરનેટ પર પ્રાપ્ત થયા છે, તે નીચે પ્રમાણે છે:


1. સામાન્ય સમજ માટે-
અંગ્રેજી માં

2. વિગતવાર સમજ માટે-
અંગ્રેજી માં

3. વિગતવાર સમજ માટે
ગૂગલ શોધ કરો અથવા તમારી રીતે શોધ કરો.

કદાચ, ઘણી બધી મુશ્કેલીઓને કારણે વિચારણાના તબક્કાઓ દરમિયાન જ આ કવાયતો બાહ્ય પરિબળોને અધીન થઈ જાય છે. વળી, વાસ્તવિક ઘટના ટાણે તમામ જિંદગીઓ બચાવી ના શકાય, તો દોષના ટોપલાં ઓઢાડવાની રમતનું પણ જોખમ રહેલું છે. સૌથી મુશ્કેલ ભાગ છે સ્થળ પર અમલીકરણ. જીવન અને ઇજાઓના અંતર્ગત જોખમો તો તેમાં છે જ, સાથે સાથે ભૂકંપ સામે સજ્જ થવા શાળાઓને સમજાવવી પડે છે અને તેમને યાદ દેવડાવવું પડે છે કે બાળકોની સુરક્ષા તેમની પણ જવાબદારી છે.


આમાંની મોટાભાગની સમજણ અમને હરી (હરીકુમાર, જીઓહેઝાર્ડ્ઝ) અને ભાગીદારો પાસેથી પ્રાપ્ત થઈ છે, જેઓ શાળાના બાળકો માટે સલામત વાતાવરણ ઇચ્છી રહ્યા છે. તેમનો હવે પછીનો કાર્યક્રમ Mશિલોંગને કેન્દ્રમાં રાખીને નક્કી થયો છે જે લગભગ જૂનમાં છે. અહીં, અમે અમારું સમર્થન ચાલુ રાખીશું અને ભવિષ્યમાં પણ માહિતીના આદાન પ્રદાન માટે પ્રયત્ન કરતા રહીશું.



બુધવાર, 14 એપ્રિલ, 2010

દક્ષિણ એશિયાનાં દેશોની " સ્કૂલ સલામતી " પર કેટલાક વિચારો.

છબી: ગૂગલ મેપ્સ

અત્યારે અમે અમારા એક ક્લાયન્ટ માટે દક્ષિણ એશિયા ની આફતો નાં ઇતિહાસ અને તેની સ્કૂલ પર અસર નાં કારણો વિષય ઉપર તપાસ કરી રહ્યા છે.


એક રસપ્રદ, કમનસીબ, અને પ્રખ્યાત ઘટના માં વર્ષ ૨૦૦૫ માં કાશ્મીર નાં ધરતીકંપ માં કુલ ૮૦,૦૦૦ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતાં, જેમાંથી ૧૭,૦૦૦ સ્કૂલ નાં બાળકો હતાં.આ સૌથી પ્રખ્યાત એક જ એવી ઘટના છે જેમાં એકજ જટકા માં બધા બિલ્ડીંગ ધરાશય થઈ ગયા હતા. બીજી સ્કૂલો અન્ય ઘટનાઓ થી નસીબદાર હતી,કારણ કે સ્કૂલ માં બાળકો “બધા કલાકો” ની જગ્યાએ અમુક "મહત્વનાં કલાકો" માં જ સ્કૂલ માં ભણી રહ્યા છે.


દક્ષિણ એશિયા માં આગામી આફતો ની યાદી માં આગ,પુર,યુદ્ધ, અને આતંકવાદ, જેવાં દુષ્કાળ ના સમાવેશ થાય છે; જેકે મોટા અને ધીમા સમયગાળા દરમિયાન જેને દાયકા માં ગણી શકાય છે - અને આ મોટી સખ્યા માં હોય છે.


અમે વધુ માહિતી આપતા રહીશું.


ધન્યવાદ.

બુધવાર, 17 ફેબ્રુઆરી, 2010

ભારત માં કુદરતી સંકટ ની સામે સલામતી નો રસ્તો

અમારી ઓફીસ માં સ્કૂલ ની સલામતી ની વાત કરવા માં આવી છે.જેમાં તમે સ્કૂલ ને કેવી રીતે સલામત રાખશો,જેથી કોઈ અનિશ્ચિત ઘટના બને તો સ્કૂલ માં રહેલા બાળકો અને અન્ય વય્ક્તિઓ ને કેવી રીતે બચાવી શકાય. તે જાણવા માટે મારી વેબસાઈટ www.quakeschool.org

માં અનિશ્ચિત ઘટના જણાવામાં આવ્યું છે. વેબસાઈટ બાળકો,તેમના માતા-પિતા,તથા અન્ય વય્ક્તિઓ ને ધ્યાન માં લઇ બનાવવા માં આવી છે. અને અમારા સતત પ્રયત્નો ચાલુ છે કે અનિશ્ચિત ઘટના બને તો સ્કૂલો ની સલામતી કેવી રીતે રાખશો.





http://safecommunities.info
વેબસાઈટ 9-feb-2010 એ ખુલ્લી મુકવામાં આવેલ છે. વેબસાઈટ માં તમારા વિસ્તારની સ્કૂલ કે હોસ્પિટલ ને અનિશ્ચિત ઘટનાથી કેવી રીતે બચાવી શકાય તે જણાવામાં આવેલ છે. વેબસાઈટ માં તમે તમારા વિચાર વ્યક્ત કરી શકો છો અને જો તમારી પાસે સ્કૂલ કે હોસ્પિટલ ને અનિશ્ચિત ઘટના થી બચાવવાનો વિચાર હોય તો તમે અમને મોકલી શકો છો . વેબસાઈ નો અગત્ય નો હેતુ એ પણ છે કે તેમાં આખા ઇન્ડિયા માં ક્યાં શહેર માં કેટલી સ્કૂલો અને કેટલા બાળકો ભણે છે.તે જાણવા મળે છે.વેબસાઈટમાં બાળકો ને પણ જાણવા જેવુ ઘણું છે.વેબસાઈટ માં ગેમ છે. તે અનિશ્ચિત ઘટના થી કેવી રીતે બચશો. તેને ધ્યાન માં લઇ ગેમ વેબસાઈટ ની અંદર મુકવા માં આવી છે. તે તમે વિના મુલ્યે મગાવી શકો છો. વેબસાઈટ માં અનિશ્ચિત ઘટના થી કેવી રીતે બચવું તેના પોસ્ટર વિના મુલીયે મગાવી શકો છો. અને ડાઉનલોડ કરી શકો છો.

આભાર