શુક્રવાર, 22 ઑક્ટોબર, 2010

ભારતીય ઉપખંડમાં ભૂકંપનું જોખમ – ભૂકંપ ક્ષેત્રનો નકસો અને તેની ક્ષેત્રીય અસર

આપણાં ભારત દેશમાં લગભગ ૬૦ ટકા લોકો સીધેસીધા ભૂકંપના જોખમનો સામનો કરી રહ્યા છે. વર્તમાનમા વિશ્વની વસ્તી ના લગભગ ૨૦ ટકા ઉપખંડ માં રહે છે, અને વસ્તીમાં ૧૦ ટકા થી ૧૫ ટકા દશકીય વૃદ્ધિ થાય છે. ઈન્ટરનેટ લિંક (વિકિપીડિયા) આ બતાવે છે. છેલ્લા ૬૦ વર્ષો માં ભારતમાં થયેલા વસ્તીવધારા માટે નીચેની આકૃતિ જુઓ. પછી ની આકૃતિ ઉપખંડમાં તુલનાત્મક વસ્તીવધારો દર્શાવે છે.


ભારતમાં વસ્તીવધારો દર્શાવતી આકૃતિ (સ્રોત: ગુગલ વર્લ્ડડબેન્ક સૂચકો)



ભારતમાં વસ્તીવધારો દર્શાવતી આકૃતિ (સ્રોત: ગુગલ વર્લ્ડડબેન્ક સૂચકો)

વસ્તીવધારાનો આ દર અને તેને સબંધિત બાંધકામ સંરચનાઓની ગુણવત્તાના પ્રશ્નને કારણે જે જોખમ છે તેના પર એક સમાંતર તર્ક કરી શકાય, કે હકીકતમાં દક્ષિણ એશિયામાં વધતી જતી અર્થવ્યવસ્થાઓની પરિસ્થતિઓની હાલત ખરાબ છે?

આંકડાકે વિવાદોમાં પડવું અને છેવટે તેમાં ખોવાઈ જવું સહેલું છે. અથવા ક્ષેત્રીય નકશાને આશા સાથે જુઓ. આ બ્લોગ પોસ્ટની પ્રેરણા ભારતના ભૂકંપ ક્ષેત્રના નકશા પરથી મળી છે. જોખમી ક્ષેત્રો (ઝોન ૫) લાલ રંગમાં જોવા મળે છે, અને તે સ્પષ્ટપણે અલગ તરી આવે છે. આકૃતિ પરથી જાણી શકાશે કે ઝોન ૫ ઝોન ૨ કરતાં વધારે જોખમી છે. લાલ રંગ સૌનું ધ્યાન ખેંચે છે અને આવા ઝોનિંગથી સરળતાથી અમલ થઈ શકે છે. એમાં એક હકીકતનું પણ પ્રતિબંબ પડે છે કે ભારતના ભૂકંપ નકશામાં હવે માત્ર ચાર ક્ષેત્રો છે, આ સરળીકરણ ૨૦૦૧ ના ગુજરાતના દુર્ભાગ્યપૂર્ણ ભૂકંપ પછી ભારતની વિશાળ બહુલતાના સંદર્ભમાં અમલીકરણને સહાયભૂત થવા કરવામાં આવ્યું છે. ભારતીય માનક બ્યુરો અને તેની સાથે ડો. આર્ય અને અન્ય વરિષ્ઠ નિષ્ણાતો તેમજ ઘણા વૈજ્ઞાનિક દેશમાં ભૂકંપ અને તેને સંબંધિત કુદરતી આપત્તિઓને કારણે સર્જાતી અસુરક્ષા ઘટાડવા સખત અને ખંતીલું બૌદ્ધિક કાર્ય કરી રહ્યા છે.



ભારત દેશમાં ભૂકંપ ઝોન
સ્ત્રોત: ગૂગલ. પ્રાથમિક સ્ત્રોત: ભારતીય માનક બ્યુરો

એવી દલીલ થઈ શકે કે ભૂપૃષ્ઠ, રાજકીય સંકલ્પ, ટેકનોલોજિકલ ક્ષમતાઓ, અને વૃદ્ધિ કે વિકાસલક્ષી મુદ્દાઓ જેવા મોટા પરિબળો આવનારા વર્ષોમાં અમલીકરણને પડકાર આપવાનું ચાલુ રાખશે. આ ઉપરાંત લાલ રંગથી અલગ પાડી શકે છે, જ્યાં તાકીદનો હસ્તક્ષેપ અતિ આવશ્યક છે એવા ઉત્તર પૂર્વીય રાજ્યો, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ અને બિહારને સ્પષ્ટપણે જોઈ શકે છે. ઉપખંડમાં કાશ્મીર (૨૦૦૫) અને કચ્છ (૨૦૦૧) ખાતે તાજેતરમાં થયેલી વિનાશકારી ઘટનાઓ જાણીતી છે. કદાચ આ રાજ્યોની અગ્રતા માટે એક સ્વતંત્ર પરંતુ એક સબંધિત રૂપરેખાનો આધાર થઈ શકે છે.

જમીન પરની કહેવાતી મુશ્કેલ વાસ્તવિકતાઓ વચ્ચે વધારે મજબૂત સંકલન આ ‘ટાઇમ બોમ્બ’ ને ખાળવા માટે જરૂરી છે. વર્ષ ૨૦૦૪, એક સુંદર મૃદુ પર્વતીય શહેર શીમલા (ક્ષેત્ર ૪) માં એક વરિષ્ઠ અધિકારી સાથેની બેઠક દરમિયાન તેમણે કહેલું કે, ‘‘આપણે એક ટાઇમ બોમ્બ પર બેઠા છીએ.’’ શીમલા હિમાચલ પ્રદેશની રાજધાની છે અને લાલ રંગ ધરાવતા રાજ્યમાં આવેલું છે.

શુક્રવાર, 17 સપ્ટેમ્બર, 2010

ક્વેકસ્કુલ વેબસાઇટનો પ્રારંભ

અમારી વેબસાઈટ (લીંક) નો પ્રારંભ કરતા અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. અમને આશા છે કે તેનાથી અમારા કાર્ય અંગે છેલ્લામાં છેલ્લી માહિતીનો ફેલાવો કરવામાં અને આપના સુધી પહોંચાડવામાં અમને મદદ મળશે. વધુમાં, વધુ ને વધુ લોકોમાં કેટલાક અદ્યતન સમાચારો, વિશિષ્ટ બ્લોગ લેખન અને અન્ય રસપ્રદ સામગ્રી સાથે રસ જગાવવાની પણ અમને આશા છે.

સમાચારો અને બ્લોગ ના વધારાના લક્ષણોની કાળજીપૂર્વક પસંદગી કરવામાં આવે છે અને તેમને કાળજીપૂર્વક લખવામાં આવે છે. આ બ્લોગ્સનો આપણી સ્થાનિક ભાષાઓ હિન્દી અને ગુજરાતીમાં પણ અનુવાદ કરવામાં આવે છે. અમે બ્લોગ ઇન્ટરફેસ માટે બ્લોગર.કોમ (લીંક) નો ઉપયોગ કરીએ છીએ, જે ઓપન સોર્સ તરીકે પૂરી પાડવામાં આવે છે.

અમે એક ખાસ લક્ષણ પણ ઉમેરવાનો પ્રયાસ કર્યો છે, જેને ’ટુલ્સ વિન્ડો’ કહી શકાય. તે વેબસાઇટના હોમપેજ પર હોય છે અને એક એવી જગ્યા પૂરી પાડે છે, જ્યાં અમે ખાસ ડિજિટલ વાતાવરણો માટે લીંક મૂકી શકીએ છીએ. હાલ, તે થોડાક ટુલ્સ ધરાવે છે. દાખલા તરીકે, ’હેઝાર્ડ ઇન્ફોર્મર’ના નામે ઓળખાતું પ્રથમ ટુલ એક એવું સીધું સાદું ટુલ છે, જે સામાન્ય માનવીને ભૂકંપ દુર્ઘટના અને વધારે સચોટ શબ્દોમાં કહીએ તો જમીનની અસ્થિરતા પૃથ્વી પર કઈ રીતે વહેંચાયેલી છે તે સમજાવે છે. બીજું ટુલ છે ’સીસ્મિક રિસ્ક મૂલ્યાંકન ટુલ’. તે એક પ્રકારનું વ્યાપક ટુલ છે અને કોઇપણ જગ્યાએ કે કામકાજના સ્થળે ભૂકંપના જોખમનો અંદાજ આપે છે. આ ટુલ સંખ્યાબંધ ઇમારતો અને એકમોના માલિકને સંભવિત ઇમારતી નુકસાન, જીવન અને અન્ય સંભવિત નુકસાનોના અંદાજ લગાવવામાં અને આ નુકસાનોના નિવારણ માટે જરૂરી પગલાં ભરવામાં વપરાય છે.

ટુલની આ યાદી હજુ લાંબી થવાની અમને અપેક્ષા છે. હજુ કેટલાક વધારે ટુલ્સ આવી રહ્યા છે અને આ નવા ટુલ્સ માટે તમારા સૂચનો અને ટીપ્પણીઓ આવકાર્ય છે. દાખલા તરીકે, ભારત માં સ્કૂલ સલામતી માટે ની વેબસાઈટ (લીંક) માટે અમે તૈયાર કરેલી ફેસિલિટી ફાઇન્ડર (લીંક) આપાતકાલીન પરિસ્થિતિઓ દરમિયાન પોતાની નજીકના બાહ્ય સંસાધનોની નોંધ રાખવા સ્કુલો માટે અત્યંત હાથવગું ઉપયોગી સંસાધન ટુલ છે. આ ટુલ્સને વિકસાવવા સંબંધિત વધારે જાણકારી આપ ઇચ્છતા હો તો, કૃપા કરીને અમારો સંપર્ક કરશો.

ઓપન સોર્સ ઇન્ટરફેસ જુમલાનો ઉપયોગ કરીને વેબસાઇટ અપલોડ કરવાના સખત પરિશ્રમ અને ધીરજ બદલ અમે સુમિત (લીંક) નો આભાર માનવાનું પસંદ કરીશું.

અહીંથી શરૂ કરીને, આ ડિજિટલ માધ્યમમાં નવતર માર્ગો દ્વારા વધુ શોધ કરવા અમે સતત પ્રયાસ રહીશું.

ગુરુવાર, 19 ઑગસ્ટ, 2010

વિકાસશીલ દેશો ની શાળાઓ માં માળખાકીય સવલતો અંગે કેટલાક વિચારો.

શાળામાં બાળકો અભ્યાસ કરીને એક  જવાબદાર નાગરિકો બને  છે. તેથી જે વાતાવરણમાં શાળાઓ કામગીરી બજાવે છે તે વાતાવરણ વિદ્યાર્થીઓમાં સલામતી, નિરાંત અને સર્જનાત્મકતાની લાગણી પ્રેરે તે જરૂરી છે. માળખાકીય રીતે સલામત અને સંગીન વર્ગખંડો વિદ્યાર્થીઓમાં સલામતીની લાગણી ઉભી કરવા માટે અનિવાર્ય છે. જ્યાં રીશેષ વખતે વિદ્યાર્થીઓ રમતો રમી શકે છે. તે વિશાળ રમતના મેદાનો ધરાવતા કોઇપણ  શાળા નું એક મહત્વ નું લક્ષણ છે. દુ:ખદપણે, આમાંની મોટાભાગની બાબતોનો વિકાસશીલ જગતના વિવિધ શહેરો અને કસબાઓની બહુમત શાળાઓમાં અભાવ છે. જગ્યા અને ગુણવત્તાવાળા શિક્ષણની પાયાની સવલતો વિના શોપિંગ કોમ્પ્લેક્સીસમાં ગીચોગીચ ભરેલી નિશાળો ભારતમાં બિલાડીના ટોપની જેમ ફૂટી રહી છે. આ શાળાઓ રાહ જોતી દુર્ઘટના જેવી છે, કેમ કે તે રમતના મેદાનોની કોઈપણ જગ્યા વિના શહેરના ભરચક વિસ્તારોમાં આવેલી છે અને તેથી રીશેષના સમયે વિદ્યાર્થીઓને રમવાની અને મોજ-મસ્તી માટે કોઈ જગ્યા હોતી નથી.


તેથી આવી શાળાઓમાં અનિશ્ચિત ઘટના નું જોખમ રહેલું છે. વિદ્યાર્થીઓને બહારની ભીડ અને ટ્રાફિક સાથે ભળી જવાની ફરજ પડે છે અને તેમની પોતાની કોઈ સમર્પિત જગ્યા હોઈ શકે તેવું કોઈ શક્ય જ નથી. આનાથી સુરક્ષા સંબંધિત ગંભીર ચિંતાઓ સર્જાઈ શકે છે, ખુલ્લી જગ્યા, બાળકો ની ગણતરી અને અન્ય સંકટ પ્રબંધ ઉપાયો નાં પરધાનો ની સ્થિતિ માં સુધારા આવતા હોય છે.


તમામ શાળાઓના પરિસરોમાં દવાખાના હોય તેની ખાતરી પૂરી પાડવા કાળજી લેવાવી જોઇએ. શાળાઓમાં ફાયર સેફ્ટી ડ્રિલ્સ દાખલ થવી જોઇએ, જેથી વિદ્યાર્થીઓ આગ સંબંધિત આપત્તિઓ માટે સજ્જ થઈ શકે. ભૂકંપો, બોંબની ધમકીઓ, વગેરે જેવી બાહ્ય કટોકટીઓ માટે અલગ કવાયત હોવી જોઇએ. સ્થળાંતર યોજનાઓ પર યોગ્ય ભાર મુકાવો જોઇએ. શાળાઓ પ્રવેશ માટે સુગમ છે કે નહીં તે બીજું મહત્વનું પાસુ છે. શાળાઓમાં પુર્વાભ્યાશ હાથ ધરવા જોઈએ, જેથી શાળાઓમાં અગ્નિશામક વાહનો અને એમ્બ્યુલન્સોને પ્રવેશ કરવામાં કોઈ તકલીફ પડતી હોય તો તે જાણી શકાય. સમગ્રપણે પરિસરોની સલામતીને અત્યંત ગંભીરપણે લેવી જોઇએ, જેથી વિદ્યાર્થીઓની સલામતી સાથે કોઈ બાંધછોડ થાય નહી.

સલામત શાળાઓ દરેકના હિતમાં છે. શાળાના વાતાવરણમાં સલામતી અને નિરાંતની લાગણી સર્જીને આપણે એ ખાતરી પૂરી પાડી શકીશું કે વિદ્યાર્થીઓ તેમની શ્રેષ્ઠ અને સંપૂર્ણ સંભાવનાઓ સાથે કાર્ય કરે.

ગુરુવાર, 22 જુલાઈ, 2010

૨૦૧૦ના પૂર્વાર્ધમાં વિનાશક ભૂકંપો

ભૂકંપની નોંધપાત્ર ઘટનાઓ દર્શાવતો પ્રતિનિધિરૂપ નકસો ( જાન્યુઆરી ૨૦૧૦ થી જુન ૨૦૧૦ )

Image: Quakeschool 2010

એ હવે જાણીતું છે કે ભૂકંપ વિશ્વભરમાં એક સામાન્ય ઘટના બની ગઈ છે અને જે ઘટનાઓમાં નોંધપાત્ર પ્રમાણમાં જાનમાલની હાનિ થાય છે તે જાણીતી બને છે. સામાન્ય માનવીનો ઇન્ટરનેટ જેવા માઘ્યમ અને સંદેશા-વ્યવહારના સાધનો સાથે વધતો જતો સંપર્ક કદાચ આ ઉદ્વેગ અને ચિંતા પેદા કરનારું એક મુખ્ય કારણ છે. ટેકનિકલ અવલોકનો ઉપર પણ પ્રભાવ પાડનારી આ અસરનો એક રસપ્રદ અભ્યાસ [હોઘ, માર્ટીન, બિલ્હામ અને એટકિન્સન] દ્વારા કરવામાં આવ્યો છે.

જોકે, ઇન્ટરનેટના આ જ સ્રોતનો સાવચેતીભર્યો ઉપયોગ કરીને આપણે નીચે પ્રમાણેનું કોષ્ટક રચી શકીએ છીએ. આ કોષ્ટક અને ઉપરનો નકશો વર્તમાન વર્ષ (૨૦૧૦) ના પ્રથમ ત્રિમાસિકમાં આવેલા વિનાશક ભૂકંપો દર્શાવે છે.

શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓની મિલકતોને થયેલા નુકસાન, જાનહાનિ અને ઇજાઓ પર અહીં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ભૂકંપો ક્યારે થયા તેનો સમય પણ નોંધવામાં આવેલ છે.

અમે અહીં કોઈ તારણો આપવા માગતા નથી. અમે તો માત્ર વાંચકોના વિચાર ને સ્થાન આપવા માંગીએ છીએ.

નોંધપાત્ર નુકસાન કરનારા ભૂકંપ દર્શાવતું કોષ્ટક

ક્રમ

સ્થાનિક સમય

વૈશ્વિક તારીખ (૨૦૧૦)

તીવ્રતા

સ્થળ

જાનહાનિ *

શાળા (જાનહાનિ/ઇજા/ઇમારત નુકસાન)*

૧

સવારે

0૪:૫૩

૧૨ જાન્યુઆરી

૭.૦

હૈતી ક્ષેત્ર

૨,૩૩,૦૦૦

કોઈ જાનહાનિ કે ઇજા નહીં.

નોંધ: શાળાના કામકાજ સિવાયનો સમય

અંદાજે ૫૦૦૦ શાળાકીય ઇમારતોને અસર

૨

સવારે ૦૩:૩૪

૨૭ ફેબ્રુઆરી

૮.૮

ચીલીનું માઉલે ક્ષેત્ર

૪૩૨

થી

૭૦૦

કોઈ જાનહાનિ કે ઇજા નહીં.

નોંધ: શાળાના કામકાજ સિવાયનો સમય/રજાનો સમય શાળાકીય મિલકતને નુકસાન અંગેના વિવિધ અખબારી અહેવાલો. અંદાજે ૧૦૦૦ શાળાઓને નુકસાન થવાનો કાચો અંદાજ.

૩

બપોરે ૧૨:૪૫

૨૭ ફેબ્રુઆરી

૬.૧

સાલ્ટા, આર્જેન્ટિના

૨

કોઈ જાનહાનિ કે ઇજા નહીં.

નાના મકાનો જેવા કે ઝૂંપડા કે કાચા મકાનોને નુકસાન થયું હતું. કોઈ આંકડા ઉપલબ્ધ નથી.

૪

સવારે ૦૪:૩૨

૮ માર્ચ

૬.૦

ઓકયુલર, એલાઝિગ પ્રાંત, તૂર્કી

૫૭

નોંધ: શાળાના કામકાજ સિવાયનો સમય.

કોઈ જાનહાનિ કે ઇજા નહીં:

ક્ષેત્રમાં મોટેભાગે જોવા મળતી એક માળની વિશિષ્ટ (શાળાઓની વિશિષ્ટ) ઇમારતોને નુકસાન થયું. કોઈ આંકડાઓ ઉપલબ્ધ નથી.

૫

સવારે ૦૭:૩૯

૧૧ માર્ચ

૬.૯

પિચિલેમુ, ચીલી

૨

નોંધ: શાળાના કામકાજ સિવાયનો સમય.

કોઈ જાનહાનિ કે ઇજા નહીં:

ઇમારતોને ઓછું નુકસાન થયું હોવાનું જણાય છે.

૬

બપોરે ૦૩:૪૦

૪ એપ્રિલ

૭.૨

બૅજા કેલિફોર્નીયા, મેક્સિકો

૨

કોઈ જાનહાનિ કે ઇજા નહી. ઇમારતોને ઓછું નુકસાન થયું હોવાનું જણાય છે, પરંતુ કેટલીક શાળાઓને નુકસાન થયું.

૭

સવારે ૦૭:૪૯

૧૩ એપ્રિલ

૬.૯

દક્ષિણી ક્વિન્ગહાઈ, ચીની ક્ષેત્ર

૨,૨૦૦

જાનહાનિ: શાળાના લગભગ ૬૦ થી ૧૦૦બાળકો.

ઇજા: અંદાજે ૭૦૦ બાળકો.

ખરાબ બાંધકામનો વાંક.

શાળાઓના અંદાજે ૧૦ મકાનોના સંપૂર્ણ નાશ સાથે ખરાબ બાંધકામનો વાંક કઢાયો.

૮

સવારે ૦૪:૫૮

૧૮ એપ્રિલ

૫.૩

અફઘાનિસ્તાન ક્ષેત્ર

૧૦

કોઈ જાનહાનિ કે ઇજા નહીં.

નોંધ: શાળાના કામકાજ સિવાયના સમય માં.

અંદાજે ૨૦ શાળાકીય ઇમારતો ને નુકશાન.

૯

બપોરે ૧૨:૧૬ અને ક્રમબદ્ધ

૧૬ જુન

૭.૦

પાપુઆ, ઇન્ડોનેશીયા

૧૭

જાનહાનિ કે ઇજાના કોઈ આંકડા મળી શક્યા નહોતા, સંભવિત કારણ એ હતું કે એ દિવસે રવિવાર હતો. અંદાજે ૫૦ શાળાકીય ઇમારતો ને નુકશાન.

*નોંધ

*
કેટલીક સંખ્યાઓ અંદાજીત અને તેના માપદંડો સર્વસાધારણ હોઈ શકે છે. સંદેશા વ્યવહારની સરળતા માટે આ કરવામાં આવ્યું છે.

**આ એક સરળ બનાવાયેલું કોષ્ટક છે, તેથી મુશ્કેલ એકમો બાકાત કરવામાં આવ્યા છે. વધુ વિગતો માટે, સંદર્ભો જુઓ.

સંદર્ભો

  1. ૨૦૧૦ ભૂકંપોની વિકિપીડીયા યાદી (21st Century Earthquakes)
  2. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (http://earthquake.usgs.gov )
  3. ઇન્ટરનેટપરના વિવિધ સ્રોતો (અખબારી સમાચાર/અહેવાલો)