મંગળવાર, 22 માર્ચ, 2011

જોખમ નિવારણ તકનીક - અલારા

અમારા અગાઉના એક બ્લોગમાં અમે જોખમ નિવારણ માટેની કેટલીક વિભાવનાઓ અંગે જણાવ્યું હતું અને જોખમ નિવારણ માટેના એક અભિગમ તરીકે અલાર્પ (એઝ લૉ એઝ રીઝનેબ્લી પ્રેક્ટિકેબલ – વાજબીપણે વહેવારુ હોય તેટલું ઓછું)ની ચર્ચા કરી હતી. જોખમ પ્રબંધ ક્ષેત્રમાં હાલમાં ઉપયોગમાં લેવાતા જુદાજુદા અભિગમો અને વિભાવનાઓ સ્પષ્ટ કરવાનો અમારો આ પ્રયાસ છે. વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી અને જાણીતી બીજી વિભાવનાઓ અલારા (એઝ લૉ એઝ રીઝનેબ્લી એચિવેબલ – વાજબીપણે સિદ્ધ થઈ શકે તેટલું ઓછું) અને સફાર્પ (સો ફાર એઝ ઇઝ રીઝનેબ્લી પ્રેક્ટિકેબલ – થઈ શકે તેટલું વાજબીપણે વહેવારુ) છે. આ વિભાવનાઓનો મુખ્ય ઉદ્દેશ સલામતી મેળવવાનો પ્રયત્ન થતો હોય ત્યારે સ્પષ્ટતા પૂરી પાડવાનો છે.

આ લેખમાં આપણે અલારા વિષે ચર્ચા કરીશું.

અલારા રેડીયોએક્ટિવ સંપર્કથી મનુષ્યોને સર્જાતા જોખમને ઘટાડવા ‘વિકિરણ સંરક્ષણ’ના ક્ષેત્રમાં વપરાતી જોખમ નિવારણ ટેકનિક છે. તેમાં સંકળાયેલી તમામ અનિશ્ચિતતાઓ સાથે તમામ સામાજિક અને આર્થિક પાસાઓને તેમાં વિચારણામાં લેવામાં આવતા હોવાથી સંરક્ષણ માટે તમામ વાજબી પગલાઓ ભરવા જરૂરી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, માત્રાની મર્યાદાઓથી નીચે વિકિરણ સંપર્ક ઘટાડવા માટે તમામ પ્રયાસો કરવા જ જોઇએ. અલારા વિશ્વભરમાં તમામ વિકિરણ સલામતી કાર્યક્રમો માટે નિયમનકારી જરૂરિયાત છે. જોખમ કાયમી છે, તેથી, અલારાએ અલાર્પ કરતાં વધારે કડક ધોરણ બની જાય છે.

દા.ત. ધી નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટી (એનસીએસયુ) પોતાનો વિકિરણ સલામતી કાર્યક્રમ ધરાવે છે. આ કાર્યક્રમ કામદારોના સંપર્કમાં આવતી વિકિરણ માત્રાઓ ખર્ચ અસરકારક પગલાઓનો ઉપયોગ કરીને ઘટાડવાનો પ્રયાસ કરે છે. દરેક વિકિરણ માત્રા પ્રતિકૂળ અસરો ધરાવે શકે છે, જેનાથી જનીન વિકૃતિ અને કેન્સરનું જોખમ વધી શકે છે. અલારામાં સંબંધિત તમામ લોકો સલામતી માટે પ્રતિબદ્ધ હોય તે જરૂરી છે. નિયમનકારી સજ્જતા માટે વિકિરણ કામદારોએ કાનૂની રીતે નિયંત્રીત જે માત્રાને વળગી રહેવું જરૂરી હોય છે તેના માટેની માર્ગદર્શિકાઓ અને નિયમનો નોર્થ કેરોલિના કોડમાં છે.

ડાયાગ્રામને ઝીણવટથી નિહાળીએ. ‘સહ્ય ક્ષેત્ર’ અને ‘અસ્વીકૃત ક્ષેત્ર’ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા છે, કારણ કે પ્રથમ ક્ષેત્રમાં, જો કોઈ લાભની ઇચ્છા હોય તો જ જોખમ લેવામાં આવે છે, જ્યારે બીજામાં જોખમનું પ્રમાણ સ્વીકાર્ય નથી અને સતત દેખરેખને અધીન છે. આ સમજવા માટે ‘કાર્યાલય નિર્માણ’ અને ‘હોસ્પિટલ નિર્માણ’ના સલામતી કરારની તુલના કરી શકાય.



ઉકેલ શબ્દ

અલારા, અલાર્પ, જોખમ ઘટાડા તકનીક, વાજબીપણે વહેવારુ હોય તેટલું ઓછું, વાજબીપણે સિદ્ધ થઈ શકે તેટલું ઓછું, વિકિરણ સંરક્ષણ


શનિવાર, 5 ફેબ્રુઆરી, 2011

ભારતમાં શાળા માલિકોની જવાબદારી અને શાળા સુરક્ષા પરીક્ષણ


આજે ભારતના સંદર્ભમાં કે શૈક્ષણિક સ્થાનોમાં સુરક્ષા પ્રતિ દ્રઢ અને વ્યવસ્થિત દ્રષ્ટિકોણની ખૂબ જરૂર છે. આજે એક જ સમયમાં તર્ક અને કદાચ સહમત પણ થઇ શકે છે કે દુનિયાના શ્રેષ્ઠ દેશ પણ એક એવી નીતિ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જેથી આ મુદ્દાનો પ્રભાવીરૂપથી હલ કાઢી શકાય. અમારી પાસે કેટલાક સુઝાવ આવે છે. જેમાંથી કેટલાક સરળ છે જેવા કે કાયદા બનાવવા અને વ્યવસ્થાપક પ્રકિયાથી લઇ કદાચ સૌથી કઠીન શ્રેણીવાળા જેવા કે શૈક્ષણિક સ્થાનો પર માલિકોની જવાબદારી માટે પોતાની જાતે અવસર બનાવવા અને સામુહિક રૂપમાં 'શૂન્ય જીવન હાનિ' પ્રાપ્ત કરવાની દિશા મળે. શૈક્ષણિક સ્થાનોમાં સ્કૂલ રીપોર્ટ કાર્ડ અનુસાર ૧૨ લાખ શાળાનો વિશાલ આંકડો ભારતમાં દેખાય છે.* (આંકડા સ્ત્રોત : ડી.આઈ.એસ.ઈ http://www.schoolreportcards.in/).


નીચે આપેલા ૫ ઘટકો વ્યક્તિગત શાળામાં સુરક્ષા પરીક્ષણ માટે મહત્વના છે. પ્રાથમિકતાના ક્રમમાં તેને રાખવામાં આવ્યા છે.

૧. ઈમારત સંરચનાની મજબૂતી

૨. શાળા પોતે તત્કાલ પરિસ્થિતિમાં જવાબદારી લે.

૩. શાળામાં એક તાત્કાલિક વ્યવસ્થા હોય

૪. બાહ્ય સંસાધન એજન્સી દ્વારા અગ્નિશામક, જીવન અને સ્વાસ્થ્ય બચાવ અને બચાવદળથી મદદ ઉપલબ્ધ છે

૫. જાગૃતતા અને તાલીમ કાર્યક્રમ અને શાળાકીય સ્થાન સુધારણામાં નિરંતર ગતિવિધિ


એક વિસ્તૃત પરીક્ષણ મહત્વપૂર્ણ છે, પરંતુ શાળાઓ માટે એક સાધારણ પરીક્ષણ સૂચી (લિંક) ઉપયોગી થઇ શકે છે. જયારે ઘણી જાણીતી એજન્સી ઉચ્ચ/શીર્ષ/નીતિના સ્તર પર મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે, જમીનસ્તર પર એક મહત્વપૂર્ણ મૂલ્ય છે. જ્યાં સંચાલન અને પ્રબંધન માં જરૂરી યોજના નાખવાની જરૂરિયાત છે. જયારે જોખમ અને લાભની તુલના થાય ત્યારે મૂલ્યની તુલનામાં બિનઉપયોગી થઇ જાય છે.


આ વાત પર તર્ક કરવામાં આવે તો હકીકતમાં શાળાના માલિકોની જવાબદારીનો જે પ્રવાહ છે, એ આજની તારીખમાં મદદ કરી રહ્યા છે. અને એક હદ સુધી આ પ્રકિયામાં જવાબદાર નાગરિકોના આંતરિક કામથી મદદ મળી છે. જો હાલના આંકડા એકત્ર કરવામાં આવે તો જાણ થશે કે વિશ્વમાં ભારતની શાળાઓ વધુ સુરક્ષિત છે. ઝડપથી થતા વિકાસ અને પરિવર્તનને ધ્યાનમાં રાખવામાં આવે તો સંતુષ્ટિની સાથે સાથે આ વિષય પર ઘણું કાર્ય કરવાનું બાકી છે.


*ભારતમાં ઔપચારિક શાળા શિક્ષા પ્રણાલી :- ત્રણ વર્ષના બાળકો માટે બાળ વિહાર, બાર વર્ષ માટે શાળા, તેના પછી મહાવિદ્યાલય અને ઉચ્ચ શિક્ષણ




શનિવાર, 11 ડિસેમ્બર, 2010

શાળામાં મેદાનનું મહત્વ

આપણો ભારત દેશ ખૂબ વિશાળ છે. અને તેમાં વસ્તીવધારો એ આજના સમયની ખૂબ મોટી સમસ્યા છે.જેના કારણે દરેક જગ્યાએ ફ્લેટો, મોલો,બંગ્લોઝ વગેરેનું પ્રમાણ વધતું જાય છે.જેના કારણે જમીનનો અભાવ થતો જાય છે.જેથી દરેક જગ્યાએ ગીચો-ગીચ ટ્રાફિક, પાર્કિંગ, પ્રદૂષણની સમસ્યાઓ વધતી જાય છે.

અમદાવાદ એક મેગાસીટી બની રહ્યું છે.અમદાવાદમાં કુલ ૨૩૨૩ શાળાઓ છે. (ગુજરાત રેવેન્યુ ડીપાર્ટમેન્ટ).એમાં લગભગ ૫૨% ટકા શાળાઓ પાસે ખુલ્લા મેદાન નથી.(ઇન્ડિયા ટુ ગેધર ) બ્રિટીશ અભ્યાસ મુજબ ૬૦ થી ૮૦ ટકા ઈજા બાળકોને શાળાઓના મેદાનમાં થાય છે. (ફાઈન્ડ આર્ટિકલ)

બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એક ઓસ્ટ્રેલીયન અભ્યાસ મુજબ જો બાળકોને સહઅભ્યાસ્ક પ્રવુતિ કરવામાં ન આવે તો બાળકો માનસિક તાણનો ભોગ બને છે. અને જેનું પ્રમાણ ૮.૪ ટકા છે.(મેડીસીન નેટ)

મેદાન બાળકોના શારીરિક તેમજ માનસિક રીતે આગળ વધવા પ્રેરણા આપે છે. જેના કારણે સુષુપ્ત શક્તિઓ પણ જાગૃત થાય અને આવા જાગૃત બાળકો પોતાની શાળાનું ગૌરવ વધારે છે.

મેદાન જોખમી પરિસ્થિતિઓમાં ખૂબ ઉપયોગી છે. જો શાળામાં મેદાન ના હોય તો, શાળાના સંચાલકે પાર્ટી-પ્લોટ, બગીચા અથવા કોઈ ખાલી મેદાનની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી બાળકોની સુરક્ષાનું આશ્વાસન રહે.

સ્ત્રોત :-