મંગળવાર, 18 મે, 2010

એક અગત્યની કવાયત

તાજેતરમાં પાંચમી એપ્રિલે એનજીઓ જીઓ હેઝાર્ડ્ઝ અને તેના ભાગીદારોએ ભારતમાં ભૂકંપનું ઊંચુ જોખમ ધરાવતા વિસ્તારોમાં તિબેટી શાળાઓની સાથે એક જંગી ભૂકંપ સુરક્ષા કવાયત કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ ખરેખર એક જંગી કવાયત છે કારણકે આ ડ્રીલમાં દેશના છ રાજ્યોની શાળાઓના લગભગ સોળ હજાર (૧૬૦૦૦) બાળકોએ ભાગ લીધો હતો.

આ ભૂકંપ કવાયતો વિશેષજ્ઞતાનો વિષય છે અને ભારતમાં લાંબા સમય સુધી ચાલનારી આયોજન અને અમલની પરિસ્થિતિઓ સાથે સંકળાયેલી બાબત છે, એટલું જ નહીં આ કવાયતોને વધારે વ્યાપક તથા નિયમિત ધોરણે હાથ ધરવાની જરૂર છે.


કદાચ આ વિષયની સંવેદનશીલતાને કારણે વિચારણા અને આયોજનના તબક્કાઓ દરમિયાન પ્રગટ થતી ચિંતાઓ નિષ્ણાતોને પણ અચંબો પમાડે છે. ટૂંકમાં, આ સંવાદો યોગ્ય કવાયત પદ્ધતિશાસ્ત્ર અને તેની પસંદગી કરવાથી માંડીને તેનો અમલ કરવાના યોગ્ય માર્ગને આવરી લે છે.

આ ભૂકંપ કવાયતો સમજવા માટેના કેટલાક સંસાધનો અમને ઇન્ટરનેટ પર પ્રાપ્ત થયા છે, તે નીચે પ્રમાણે છે:


1. સામાન્ય સમજ માટે-
અંગ્રેજી માં

2. વિગતવાર સમજ માટે-
અંગ્રેજી માં

3. વિગતવાર સમજ માટે
ગૂગલ શોધ કરો અથવા તમારી રીતે શોધ કરો.

કદાચ, ઘણી બધી મુશ્કેલીઓને કારણે વિચારણાના તબક્કાઓ દરમિયાન જ આ કવાયતો બાહ્ય પરિબળોને અધીન થઈ જાય છે. વળી, વાસ્તવિક ઘટના ટાણે તમામ જિંદગીઓ બચાવી ના શકાય, તો દોષના ટોપલાં ઓઢાડવાની રમતનું પણ જોખમ રહેલું છે. સૌથી મુશ્કેલ ભાગ છે સ્થળ પર અમલીકરણ. જીવન અને ઇજાઓના અંતર્ગત જોખમો તો તેમાં છે જ, સાથે સાથે ભૂકંપ સામે સજ્જ થવા શાળાઓને સમજાવવી પડે છે અને તેમને યાદ દેવડાવવું પડે છે કે બાળકોની સુરક્ષા તેમની પણ જવાબદારી છે.


આમાંની મોટાભાગની સમજણ અમને હરી (હરીકુમાર, જીઓહેઝાર્ડ્ઝ) અને ભાગીદારો પાસેથી પ્રાપ્ત થઈ છે, જેઓ શાળાના બાળકો માટે સલામત વાતાવરણ ઇચ્છી રહ્યા છે. તેમનો હવે પછીનો કાર્યક્રમ Mશિલોંગને કેન્દ્રમાં રાખીને નક્કી થયો છે જે લગભગ જૂનમાં છે. અહીં, અમે અમારું સમર્થન ચાલુ રાખીશું અને ભવિષ્યમાં પણ માહિતીના આદાન પ્રદાન માટે પ્રયત્ન કરતા રહીશું.