શનિવાર, 11 ડિસેમ્બર, 2010

શાળામાં મેદાનનું મહત્વ

આપણો ભારત દેશ ખૂબ વિશાળ છે. અને તેમાં વસ્તીવધારો આજના સમયની ખૂબ મોટી સમસ્યા છે.જેના કારણે દરેક જગ્યાએ ફ્લેટો, મોલો,બંગ્લોઝ વગેરેનું પ્રમાણ વધતું જાય છે.જેના કારણે જમીનનો અભાવ થતો જાય છે.જેથી દરેક જગ્યાએ ગીચો-ગીચ ટ્રાફિક, પાર્કિંગ, પ્રદૂષણની સમસ્યાઓ વધતી જાય છે.

અમદાવાદ એક મેગાસીટી બની રહ્યું છે.અમદાવાદમાં કુલ ૨૩૨૩ શાળાઓ છે. (ગુજરાત રેવેન્યુ ડીપાર્ટમેન્ટ).એમાં લગભગ ૫૨% ટકા શાળાઓ પાસે ખુલ્લા મેદાન નથી.(ઇન્ડિયા ટુ ગેધર ) બ્રિટીશ અભ્યાસ મુજબ ૬૦ થી ૮૦ ટકા ઈજા બાળકોને શાળાઓના મેદાનમાં થાય છે. (ફાઈન્ડ આર્ટિકલ)

બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એક ઓસ્ટ્રેલીયન અભ્યાસ મુજબ જો બાળકોને સહઅભ્યાસ્ક પ્રવુતિ કરવામાં આવે તો બાળકો માનસિક તાણનો ભોગ બને છે. અને જેનું પ્રમાણ . ટકા છે.(મેડીસીન નેટ)

મેદાન બાળકોના શારીરિક તેમજ માનસિક રીતે આગળ વધવા પ્રેરણા આપે છે. જેના કારણે સુષુપ્ત શક્તિઓ પણ જાગૃત થાય અને આવા જાગૃત બાળકો પોતાની શાળાનું ગૌરવ વધારે છે.

મેદાન જોખમી પરિસ્થિતિઓમાં ખૂબ ઉપયોગી છે. જો શાળામાં મેદાન ના હોય તો, શાળાના સંચાલકે પાર્ટી-પ્લોટ, બગીચા અથવા કોઈ ખાલી મેદાનની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી બાળકોની સુરક્ષાનું આશ્વાસન રહે.

સ્ત્રોત :-

મંગળવાર, 23 નવેમ્બર, 2010

આપત્તિ નિવારણના અભિગમો (અલાર્પ અભિગમ)

કામ કે રમત દરમ્યાન થતી ક્રિયાઓ જોખમરૂપ હોઈ શકે છે. તેથી, અણધાર્યા અકસ્માતો કે આપત્તિઓથી બચવા માટે અગમચેતીના પગલાં લઇએ છીએ. જોખમ દરેક જગ્યાએ હોય છે, પરંતુ એ પછી એક પ્રશ્ન આપણે પૂછી શકીએ છીએ કે શું કોઈ વ્યક્તિએ જાનહાનિ, ઇજા કે નાણાકીય નુકસાનને સાવ શૂન્ય નહિ તો પણ નહિવત બનાવનારા પ્રયાસો હાથ ધરવાની જરૂર છે કે કેમ? અને જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો, કઈ રીતે અને કેટલા પ્રયાસોની જરૂર છે?

આ સંદર્ભમાં, કોઈ વ્યક્તિ અભિગમો અંગે વાત કરી શકે અથવા તો એવી માળખાકીય વ્યવસ્થાની વાત કરી શકે, જેનો આપત્તિ નિવારણ માટેના અભિગમોને વ્યાખ્યાયિત કરવામાં ઉપયોગ થઈ શકે. આ જાણીતા અભિગમો પૈકીના કેટલાક આ પ્રમાણે છે,

૧. વાજબીપણે વહેવારક્ષમ હોય તેટલું ઘટાડવું (એઝ લૉ એઝ રીઝનેબ્લી પ્રેક્ટિકેબલ – અલાર્પ)

૨. વાજબીપણે પ્રાપ્ય હોય તેટલું ઘટાડવું (એઝ લૉ એઝ રીઝનેબ્લી એચીવેબલ – અલારા)

૩. વાજબીપણે જેટલું વહેવારક્ષમ હોય તેટલું (સો ફાર એઝ ઇઝ રીઝનેબ્લી પ્રેક્ટિકેબલ – સફાર્પ)

૪. બીજા પણ હોઈ શકે છે

આ પોસ્ટમાં આપણે અલાર્પ વિષે ચર્ચા કરીશું. અલાર્પ એટલે ‘વાજબીપણે વહેવારક્ષમ હોય તેટલું ઘટાડવું. પ્રાપ્ત શ્રેષ્ઠ પ્રણાલીઓ અને ધોરણોનો ઉપયોગ કરીને આપત્તિમાં શક્ય હોય તેટલો ઘટાડો કરવાના અભિગમને અલાર્પ કહી શકાય. અહીં, ‘શ્રેષ્ઠ પ્રણાલીને શ્રેષ્ઠ વહેવારુ પર્યાવરણીય સ્થિતિઓમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ ટેકનોલોજી કહી શકાય. સારી સમજૂતી માટે નોલની સાઈટ જુઓ.

અને નીચેની આકૃતિ પણ જુઓ

અલાર્પની વ્યાખ્યા માટે એચએસઈ, યુ.કે.પણ જુઓ,

અને જુઓ કે તે કઈ રીતે અસ્તિત્વમાં આવી. એડવર્ડ વિરુદ્ધ નેશનલ કોલ બોર્ડ, ૧૯૪૯ કેસના આધારે ૧૯૭૪માં અધિનિયમ બન્યો. મુસાફરી દરમિયાન રસ્તાનો એક ભાગ તૂટી પડતાં એડવર્ડને જીવલેણ અકસ્માત થયો. સેફ્ટી હેલ્થ એન્વાયર્નમેન્ટ લિ.ના બ્લોગમાં આ ઘટના ઉલ્લેખાયેલી છે. જુઓ કડી જ્યાં અકસ્માત થયો હતો, તે ભાગના રસ્તાને લાકડાનો ટેકો નહોતો. તે સિવાયના બાકીના ભાગને યોગ્ય ટેકો હતો. નેશનલ કોલ બોર્ડના જજ લોર્ડ એસ્ક્વિથે નિર્ણય કર્યો કે રસ્તાના ચોક્કસ ભાગ સિવાય બાકીના હિસ્સાને મરામતની જરૂર નહોતી. અપીલ કોર્ટે પાછળથી ઠરાવ્યું કે જો ‘પરીણામો અને ‘જોખમનું પ્રમાણ ઓછા હોય અને જોખમને ઘટાડવાના ‘પગલાંની કિંમત અત્યંત ઊંચી હોય તો, તે કિંમત ચૂકવવી ગેરવાજબી હશે. બ્રિટનના અધિનિયમે (કાર્ય વગેરે સ્થળોએ તંદુરસ્તી અને સુરક્ષા અધિનિયમ ૧૯૭૪ ) પાછળથી અલાર્પની વ્યાખ્યા ઘડી કાઢી અને કાર્ય કરવાના સ્થળે તમામ પ્લાન્ટ્સ\ઇક્વિપમેન્ટ્સ અને સીસ્ટમ્સ સલામત હોય અને આરોગ્ય કે જીવન માટે જોખમરૂપ ના હોય તેની ખાતરી પૂરી પાડી.

નાણાકીય અર્થમાં, અલાર્પ કિંમત-લાભ આધારીત જોખમ ઘટાડા પર નિર્ભર છે, જેમાં લાભ કિંમતથી વધવો જોઇએ.


આકૃતિ: એક લાક્ષણિક આપત્તિ નિવારણ અભિગમ આલેખ

તેથી તે જોખમ અને લાભને સંતુલિત કરવાની શ્રેષ્ઠ સામાન્ય પ્રણાલી વિશેષ છે. અલાર્પ અન્ય દેશોની જેમ બ્રિટનમાં ઉપયોગમાં લેવાતો નથી., કેમ કે તેનું સ્થાનિક સંસ્કૃતિ પ્રમાણે અર્થઘટન થઈ શકે છે. અલાર્પ અને સફાર્પ જેવા અન્ય અભિગમો છે, જેની નોંધ લેવી પડશે.

અન્ય સંદર્ભ સ્રોતો અને કડીઓ:

. હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝીક્યુટિવ (http://www.hse.gov.uk)

. નોલ (http://knol.google.com/k/alarp-as-low-as-reasonably-practicable-risk#)

. રિસ્ક પોર્ટલ ડોટ કોમ (http://www.riskportal.com/images/stories/new-insights/ALARP.jpg)

. વિકિપીડીયા (http://en.wikipedia.org/wiki/ALARP)

. સેફ્ટી હેલ્થ એન્વાયર્નમેન્ટલ સર્વીસીઝ દ્વારા બ્લોગ (http://safety-health-environment-law.blogspot.com/2010/01/edwards-v-national-coal-board.html)

શુક્રવાર, 22 ઑક્ટોબર, 2010

ભારતીય ઉપખંડમાં ભૂકંપનું જોખમ – ભૂકંપ ક્ષેત્રનો નકસો અને તેની ક્ષેત્રીય અસર

આપણાં ભારત દેશમાં લગભગ ૬૦ ટકા લોકો સીધેસીધા ભૂકંપના જોખમનો સામનો કરી રહ્યા છે. વર્તમાનમા વિશ્વની વસ્તી ના લગભગ ૨૦ ટકા ઉપખંડ માં રહે છે, અને વસ્તીમાં ૧૦ ટકા થી ૧૫ ટકા દશકીય વૃદ્ધિ થાય છે. ઈન્ટરનેટ લિંક (વિકિપીડિયા) આ બતાવે છે. છેલ્લા ૬૦ વર્ષો માં ભારતમાં થયેલા વસ્તીવધારા માટે નીચેની આકૃતિ જુઓ. પછી ની આકૃતિ ઉપખંડમાં તુલનાત્મક વસ્તીવધારો દર્શાવે છે.


ભારતમાં વસ્તીવધારો દર્શાવતી આકૃતિ (સ્રોત: ગુગલ વર્લ્ડડબેન્ક સૂચકો)



ભારતમાં વસ્તીવધારો દર્શાવતી આકૃતિ (સ્રોત: ગુગલ વર્લ્ડડબેન્ક સૂચકો)

વસ્તીવધારાનો આ દર અને તેને સબંધિત બાંધકામ સંરચનાઓની ગુણવત્તાના પ્રશ્નને કારણે જે જોખમ છે તેના પર એક સમાંતર તર્ક કરી શકાય, કે હકીકતમાં દક્ષિણ એશિયામાં વધતી જતી અર્થવ્યવસ્થાઓની પરિસ્થતિઓની હાલત ખરાબ છે?

આંકડાકે વિવાદોમાં પડવું અને છેવટે તેમાં ખોવાઈ જવું સહેલું છે. અથવા ક્ષેત્રીય નકશાને આશા સાથે જુઓ. આ બ્લોગ પોસ્ટની પ્રેરણા ભારતના ભૂકંપ ક્ષેત્રના નકશા પરથી મળી છે. જોખમી ક્ષેત્રો (ઝોન ૫) લાલ રંગમાં જોવા મળે છે, અને તે સ્પષ્ટપણે અલગ તરી આવે છે. આકૃતિ પરથી જાણી શકાશે કે ઝોન ૫ ઝોન ૨ કરતાં વધારે જોખમી છે. લાલ રંગ સૌનું ધ્યાન ખેંચે છે અને આવા ઝોનિંગથી સરળતાથી અમલ થઈ શકે છે. એમાં એક હકીકતનું પણ પ્રતિબંબ પડે છે કે ભારતના ભૂકંપ નકશામાં હવે માત્ર ચાર ક્ષેત્રો છે, આ સરળીકરણ ૨૦૦૧ ના ગુજરાતના દુર્ભાગ્યપૂર્ણ ભૂકંપ પછી ભારતની વિશાળ બહુલતાના સંદર્ભમાં અમલીકરણને સહાયભૂત થવા કરવામાં આવ્યું છે. ભારતીય માનક બ્યુરો અને તેની સાથે ડો. આર્ય અને અન્ય વરિષ્ઠ નિષ્ણાતો તેમજ ઘણા વૈજ્ઞાનિક દેશમાં ભૂકંપ અને તેને સંબંધિત કુદરતી આપત્તિઓને કારણે સર્જાતી અસુરક્ષા ઘટાડવા સખત અને ખંતીલું બૌદ્ધિક કાર્ય કરી રહ્યા છે.



ભારત દેશમાં ભૂકંપ ઝોન
સ્ત્રોત: ગૂગલ. પ્રાથમિક સ્ત્રોત: ભારતીય માનક બ્યુરો

એવી દલીલ થઈ શકે કે ભૂપૃષ્ઠ, રાજકીય સંકલ્પ, ટેકનોલોજિકલ ક્ષમતાઓ, અને વૃદ્ધિ કે વિકાસલક્ષી મુદ્દાઓ જેવા મોટા પરિબળો આવનારા વર્ષોમાં અમલીકરણને પડકાર આપવાનું ચાલુ રાખશે. ઉપરાંત લાલ રંગથી અલગ પાડી શકે છે, જ્યાં તાકીદનો હસ્તક્ષેપ અતિ આવશ્યક છે એવા ઉત્તર પૂર્વીય રાજ્યો, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ અને બિહારને સ્પષ્ટપણે જોઈ શકે છે. ઉપખંડમાં કાશ્મીર (૨૦૦૫) અને કચ્છ (૨૦૦૧) ખાતે તાજેતરમાં થયેલી વિનાશકારી ઘટનાઓ જાણીતી છે. કદાચ આ રાજ્યોની અગ્રતા માટે એક સ્વતંત્ર પરંતુ એક સબંધિત રૂપરેખાનો આધાર થઈ શકે છે.

જમીન પરની કહેવાતી મુશ્કેલ વાસ્તવિકતાઓ વચ્ચે વધારે મજબૂત સંકલન આ ‘ટાઇમ બોમ્બ’ ને ખાળવા માટે જરૂરી છે. વર્ષ ૨૦૦૪, એક સુંદર મૃદુ પર્વતીય શહેર શીમલા (ક્ષેત્ર ) માં એક વરિષ્ઠ અધિકારી સાથેની બેઠક દરમિયાન તેમણે કહેલું કે, ‘‘આપણે એક ટાઇમ બોમ્બ પર બેઠા છીએ.’’ શીમલા હિમાચલ પ્રદેશની રાજધાની છે અને લાલ રંગ ધરાવતા રાજ્યમાં આવેલું છે.

શુક્રવાર, 17 સપ્ટેમ્બર, 2010

ક્વેકસ્કુલ વેબસાઇટનો પ્રારંભ

અમારી વેબસાઈટ (લીંક) નો પ્રારંભ કરતા અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. અમને આશા છે કે તેનાથી અમારા કાર્ય અંગે છેલ્લામાં છેલ્લી માહિતીનો ફેલાવો કરવામાં અને આપના સુધી પહોંચાડવામાં અમને મદદ મળશે. વધુમાં, વધુ ને વધુ લોકોમાં કેટલાક અદ્યતન સમાચારો, વિશિષ્ટ બ્લોગ લેખન અને અન્ય રસપ્રદ સામગ્રી સાથે રસ જગાવવાની પણ અમને આશા છે.

સમાચારો અને બ્લોગ ના વધારાના લક્ષણોની કાળજીપૂર્વક પસંદગી કરવામાં આવે છે અને તેમને કાળજીપૂર્વક લખવામાં આવે છે. આ બ્લોગ્સનો આપણી સ્થાનિક ભાષાઓ હિન્દી અને ગુજરાતીમાં પણ અનુવાદ કરવામાં આવે છે. અમે બ્લોગ ઇન્ટરફેસ માટે બ્લોગર.કોમ (લીંક) નો ઉપયોગ કરીએ છીએ, જે ઓપન સોર્સ તરીકે પૂરી પાડવામાં આવે છે.

અમે એક ખાસ લક્ષણ પણ ઉમેરવાનો પ્રયાસ કર્યો છે, જેને ’ટુલ્સ વિન્ડો’ કહી શકાય. તે વેબસાઇટના હોમપેજ પર હોય છે અને એક એવી જગ્યા પૂરી પાડે છે, જ્યાં અમે ખાસ ડિજિટલ વાતાવરણો માટે લીંક મૂકી શકીએ છીએ. હાલ, તે થોડાક ટુલ્સ ધરાવે છે. દાખલા તરીકે, ’હેઝાર્ડ ઇન્ફોર્મર’ના નામે ઓળખાતું પ્રથમ ટુલ એક એવું સીધું સાદું ટુલ છે, જે સામાન્ય માનવીને ભૂકંપ દુર્ઘટના અને વધારે સચોટ શબ્દોમાં કહીએ તો જમીનની અસ્થિરતા પૃથ્વી પર કઈ રીતે વહેંચાયેલી છે તે સમજાવે છે. બીજું ટુલ છે ’સીસ્મિક રિસ્ક મૂલ્યાંકન ટુલ’. તે એક પ્રકારનું વ્યાપક ટુલ છે અને કોઇપણ જગ્યાએ કે કામકાજના સ્થળે ભૂકંપના જોખમનો અંદાજ આપે છે. આ ટુલ સંખ્યાબંધ ઇમારતો અને એકમોના માલિકને સંભવિત ઇમારતી નુકસાન, જીવન અને અન્ય સંભવિત નુકસાનોના અંદાજ લગાવવામાં અને આ નુકસાનોના નિવારણ માટે જરૂરી પગલાં ભરવામાં વપરાય છે.

ટુલની આ યાદી હજુ લાંબી થવાની અમને અપેક્ષા છે. હજુ કેટલાક વધારે ટુલ્સ આવી રહ્યા છે અને આ નવા ટુલ્સ માટે તમારા સૂચનો અને ટીપ્પણીઓ આવકાર્ય છે. દાખલા તરીકે, ભારત માં સ્કૂલ સલામતી માટે ની વેબસાઈટ (લીંક) માટે અમે તૈયાર કરેલી ફેસિલિટી ફાઇન્ડર (લીંક) આપાતકાલીન પરિસ્થિતિઓ દરમિયાન પોતાની નજીકના બાહ્ય સંસાધનોની નોંધ રાખવા સ્કુલો માટે અત્યંત હાથવગું ઉપયોગી સંસાધન ટુલ છે. આ ટુલ્સને વિકસાવવા સંબંધિત વધારે જાણકારી આપ ઇચ્છતા હો તો, કૃપા કરીને અમારો સંપર્ક કરશો.

ઓપન સોર્સ ઇન્ટરફેસ જુમલાનો ઉપયોગ કરીને વેબસાઇટ અપલોડ કરવાના સખત પરિશ્રમ અને ધીરજ બદલ અમે સુમિત (લીંક) નો આભાર માનવાનું પસંદ કરીશું.

અહીંથી શરૂ કરીને, આ ડિજિટલ માધ્યમમાં નવતર માર્ગો દ્વારા વધુ શોધ કરવા અમે સતત પ્રયાસ રહીશું.

ગુરુવાર, 19 ઑગસ્ટ, 2010

વિકાસશીલ દેશો ની શાળાઓ માં માળખાકીય સવલતો અંગે કેટલાક વિચારો.

શાળામાં બાળકો અભ્યાસ કરીને એક  જવાબદાર નાગરિકો બને  છે. તેથી જે વાતાવરણમાં શાળાઓ કામગીરી બજાવે છે તે વાતાવરણ વિદ્યાર્થીઓમાં સલામતી, નિરાંત અને સર્જનાત્મકતાની લાગણી પ્રેરે તે જરૂરી છે. માળખાકીય રીતે સલામત અને સંગીન વર્ગખંડો વિદ્યાર્થીઓમાં સલામતીની લાગણી ઉભી કરવા માટે અનિવાર્ય છે. જ્યાં રીશેષ વખતે વિદ્યાર્થીઓ રમતો રમી શકે છે. તે વિશાળ રમતના મેદાનો ધરાવતા કોઇપણ  શાળા નું એક મહત્વ નું લક્ષણ છે. દુ:ખદપણે, આમાંની મોટાભાગની બાબતોનો વિકાસશીલ જગતના વિવિધ શહેરો અને કસબાઓની બહુમત શાળાઓમાં અભાવ છે. જગ્યા અને ગુણવત્તાવાળા શિક્ષણની પાયાની સવલતો વિના શોપિંગ કોમ્પ્લેક્સીસમાં ગીચોગીચ ભરેલી નિશાળો ભારતમાં બિલાડીના ટોપની જેમ ફૂટી રહી છે. શાળાઓ રાહ જોતી દુર્ઘટના જેવી છે, કેમ કે તે રમતના મેદાનોની કોઈપણ જગ્યા વિના શહેરના ભરચક વિસ્તારોમાં આવેલી છે અને તેથી રીશેષના સમયે વિદ્યાર્થીઓને રમવાની અને મોજ-મસ્તી માટે કોઈ જગ્યા હોતી નથી.


તેથી આવી શાળાઓમાં અનિશ્ચિત ઘટના નું જોખમ રહેલું છે. વિદ્યાર્થીઓને બહારની ભીડ અને ટ્રાફિક સાથે ભળી જવાની ફરજ પડે છે અને તેમની પોતાની કોઈ સમર્પિત જગ્યા હોઈ શકે તેવું કોઈ શક્ય નથી. આનાથી સુરક્ષા સંબંધિત ગંભીર ચિંતાઓ સર્જાઈ શકે છે, ખુલ્લી જગ્યાબાળકો ની ગણતરી અને અન્ય સંકટ પ્રબંધ ઉપાયો નાં પરધાનો ની સ્થિતિ માં સુધારા આવતા હોય છે.


તમામ શાળાઓના પરિસરોમાં દવાખાના હોય તેની ખાતરી પૂરી પાડવા કાળજી લેવાવી જોઇએ. શાળાઓમાં ફાયર સેફ્ટી ડ્રિલ્સ દાખલ થવી જોઇએ, જેથી વિદ્યાર્થીઓ આગ સંબંધિત આપત્તિઓ માટે સજ્જ થઈ શકે. ભૂકંપો, બોંબની ધમકીઓ, વગેરે જેવી બાહ્ય કટોકટીઓ માટે અલગ કવાયત હોવી જોઇએ. સ્થળાંતર યોજનાઓ પર યોગ્ય ભાર મુકાવો જોઇએ. શાળાઓ પ્રવેશ માટે સુગમ છે કે નહીં તે બીજું મહત્વનું પાસુ છે. શાળાઓમાં પુર્વાભ્યાશ હાથ ધરવા જોઈએ, જેથી શાળાઓમાં અગ્નિશામક વાહનો અને એમ્બ્યુલન્સોને પ્રવેશ કરવામાં કોઈ તકલીફ પડતી હોય તો તે જાણી શકાય. સમગ્રપણે પરિસરોની સલામતીને અત્યંત ગંભીરપણે લેવી જોઇએ, જેથી વિદ્યાર્થીઓની સલામતી સાથે કોઈ બાંધછોડ થાય નહી.

સલામત શાળાઓ દરેકના હિતમાં છે. શાળાના વાતાવરણમાં સલામતી અને નિરાંતની લાગણી સર્જીને આપણે ખાતરી પૂરી પાડી શકીશું કે વિદ્યાર્થીઓ તેમની શ્રેષ્ઠ અને સંપૂર્ણ સંભાવનાઓ સાથે કાર્ય કરે.