શુક્રવાર, 17 સપ્ટેમ્બર, 2010

ક્વેકસ્કુલ વેબસાઇટનો પ્રારંભ

અમારી વેબસાઈટ (લીંક) નો પ્રારંભ કરતા અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. અમને આશા છે કે તેનાથી અમારા કાર્ય અંગે છેલ્લામાં છેલ્લી માહિતીનો ફેલાવો કરવામાં અને આપના સુધી પહોંચાડવામાં અમને મદદ મળશે. વધુમાં, વધુ ને વધુ લોકોમાં કેટલાક અદ્યતન સમાચારો, વિશિષ્ટ બ્લોગ લેખન અને અન્ય રસપ્રદ સામગ્રી સાથે રસ જગાવવાની પણ અમને આશા છે.

સમાચારો અને બ્લોગ ના વધારાના લક્ષણોની કાળજીપૂર્વક પસંદગી કરવામાં આવે છે અને તેમને કાળજીપૂર્વક લખવામાં આવે છે. આ બ્લોગ્સનો આપણી સ્થાનિક ભાષાઓ હિન્દી અને ગુજરાતીમાં પણ અનુવાદ કરવામાં આવે છે. અમે બ્લોગ ઇન્ટરફેસ માટે બ્લોગર.કોમ (લીંક) નો ઉપયોગ કરીએ છીએ, જે ઓપન સોર્સ તરીકે પૂરી પાડવામાં આવે છે.

અમે એક ખાસ લક્ષણ પણ ઉમેરવાનો પ્રયાસ કર્યો છે, જેને ’ટુલ્સ વિન્ડો’ કહી શકાય. તે વેબસાઇટના હોમપેજ પર હોય છે અને એક એવી જગ્યા પૂરી પાડે છે, જ્યાં અમે ખાસ ડિજિટલ વાતાવરણો માટે લીંક મૂકી શકીએ છીએ. હાલ, તે થોડાક ટુલ્સ ધરાવે છે. દાખલા તરીકે, ’હેઝાર્ડ ઇન્ફોર્મર’ના નામે ઓળખાતું પ્રથમ ટુલ એક એવું સીધું સાદું ટુલ છે, જે સામાન્ય માનવીને ભૂકંપ દુર્ઘટના અને વધારે સચોટ શબ્દોમાં કહીએ તો જમીનની અસ્થિરતા પૃથ્વી પર કઈ રીતે વહેંચાયેલી છે તે સમજાવે છે. બીજું ટુલ છે ’સીસ્મિક રિસ્ક મૂલ્યાંકન ટુલ’. તે એક પ્રકારનું વ્યાપક ટુલ છે અને કોઇપણ જગ્યાએ કે કામકાજના સ્થળે ભૂકંપના જોખમનો અંદાજ આપે છે. આ ટુલ સંખ્યાબંધ ઇમારતો અને એકમોના માલિકને સંભવિત ઇમારતી નુકસાન, જીવન અને અન્ય સંભવિત નુકસાનોના અંદાજ લગાવવામાં અને આ નુકસાનોના નિવારણ માટે જરૂરી પગલાં ભરવામાં વપરાય છે.

ટુલની આ યાદી હજુ લાંબી થવાની અમને અપેક્ષા છે. હજુ કેટલાક વધારે ટુલ્સ આવી રહ્યા છે અને આ નવા ટુલ્સ માટે તમારા સૂચનો અને ટીપ્પણીઓ આવકાર્ય છે. દાખલા તરીકે, ભારત માં સ્કૂલ સલામતી માટે ની વેબસાઈટ (લીંક) માટે અમે તૈયાર કરેલી ફેસિલિટી ફાઇન્ડર (લીંક) આપાતકાલીન પરિસ્થિતિઓ દરમિયાન પોતાની નજીકના બાહ્ય સંસાધનોની નોંધ રાખવા સ્કુલો માટે અત્યંત હાથવગું ઉપયોગી સંસાધન ટુલ છે. આ ટુલ્સને વિકસાવવા સંબંધિત વધારે જાણકારી આપ ઇચ્છતા હો તો, કૃપા કરીને અમારો સંપર્ક કરશો.

ઓપન સોર્સ ઇન્ટરફેસ જુમલાનો ઉપયોગ કરીને વેબસાઇટ અપલોડ કરવાના સખત પરિશ્રમ અને ધીરજ બદલ અમે સુમિત (લીંક) નો આભાર માનવાનું પસંદ કરીશું.

અહીંથી શરૂ કરીને, આ ડિજિટલ માધ્યમમાં નવતર માર્ગો દ્વારા વધુ શોધ કરવા અમે સતત પ્રયાસ રહીશું.