સોમવાર, 21 જૂન, 2010

ભાગદોડના જોખમ

આ બ્લોગ-પત્ર અમારા આગળ નાં બ્લોગ-પત્ર ની ચર્ચા છે. અમારા મિત્રોએ જે બાબત યોગ્યપણે જણાવી છે અને જેની સાથે અમે સંમત છીએ તે પ્રમાણે, શાળાઓમાં સુરક્ષા કવાયતો જિંદગીઓ બચાવવાની દિશામાં ચોક્કસપણે આગળ લઈ જવાનો એક પ્રયત્ન છે. આ ચર્ચા ચાલુ રાખવાની પણ અમારી ઇચ્છા છે, કારણ કે અમને લાગે છે કે અમારા છેલ્લા લેખ માં કેટલાક સવાલોના જવાબો અપાયા નહોતા. એ નીચે પ્રમાણે છે:

1. શાળાઓમાં આવી સામૂહિક સ્થળાંતર કવાયતો કરાવતી વખતે ભાગદોડની સંભાવના કેટલી

2. ડ્રોપ-ડક-કવર-હોલ્ડ સિવાય અન્ય પદ્ધતિઓ કઈ છે?

3. વિકાસશીલ દેશોના સત્તાવાળાઓ આવી કવાયતો હાથ ધરવા માટે સજાગ કેમ નથી?

ઉપરોક્ત છેલ્લા બે સવાલોના જવાબો આપવાનું કામ આ વિષયના ચોક્કસ નિષ્ણાતો ઉપર છોડી દઇને આપણે પ્રથમ સવાલ અંગે એક દ્રષ્ટિકોણ ચોક્કસપણે રજુ કરી શકીએ એમ છીએ.

જવાબ છે, ભાગદોડની સંભાવના અત્યંત ઓછી છે, પરંતુ કદાચ આ બાબતે સ્પષ્ટતા કરવાની જરૂર છે.

એક ખોટી ચેતવણીથી આતંક સર્જાઈ શકે છે, તો પણ સ્થળાંતર કવાયતો અને વાસ્તવિક આપત્તિ (કુદરતી) ઘટનાઓ મોટેભાગે સંકલિત ઘટનાઓ છે. સંભાવના શૂન્ય હોઈ શકે છે, પરંતુ ભીડવાળી જગ્યાઓ પર ભાગદોડ મચી શકે છે. ભીડનું સંચાલન આનો એક જવાબ છે અને સંશોધનો ચાલુ છે અને સભાનતા વધતી જાય છે. ઉદાહરણરૂપે જુઓ, ગઈ સદીમાં ભાગદોડ સંબંધિત થયેલી ત્રીસ ઘટનાઓ અંગે વિકિપીડિયા સૂચી અને હવે પ્રથમ જ દાયકામાં બનેલી ત્રીસ ઘટનાઓ. એક બાબત આપણે નોંધી શકીએ છીએ કે આવી માહિતી અંગેની આપણી જાણકારી હવે વધી છે. બીજી બાબત એ નોંધવા જેવી છે કે પ્રાણીઓની જેમ કે પછી તેમનાથી વિપરીતપણે, માણસો પણ કોઈ સ્થળે ઉપસ્થિત રહેવાના ઉદ્દેશ્યની સ્પષ્ટ વૃત્તિ ધરાવતા ના હોય, ત્યારે અવ્યવસ્થા અને ભાગદોડનો ભોગ બને છે. હુલ્લડો જેવી ઘટનાઓ, રમતગમતના પ્રસંગે એકત્રિત મેળાવડો કે પછી ધાર્મિક પ્રસંગ જેવી ઘટનાઓ આ સૂચી માં આપેલા ઉદાહરણો માત્ર છે. અન્ય ઉદાહરણોને બહારના ઉદાહરણો તરીકે ગણી શકાય. સદનસીબે, જ્યાં શિક્ષણ અને તેના સ્થળો ગંભીરતાપૂર્વક લક્ષમાં લેવાય છે, ત્યાં આવી મોટાભાગની સમસ્યા સતર્કતા અને નિવારણના ઉપાયો માત્રથી ટાળી શકાય છે.

ભીડવાળી જગ્યામાં આપાતકાલીન આયોજન, નાના રસ્તાઓ, અડચણો કે અડચણોનો અભાવ, નિયંત્રિત ભીડ પ્રવાહ, સંતુલિત ભીડ પ્રમાણ (કે ગતિવિધિ) પર કાર્ય આના કેટલાક ઉદાહરણો છે.

અને, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એવા સ્થળો છે, જ્યાં આ બધું શીખવી શકાય.
--
ભાગદોડ, વૈજ્ઞાનિક રીતે (વધારે સચોટપણે ભૌતિકશાસ્ત્રમાં) 'આવેગ'(Impulse) નામના એક શબ્દના ક્ષેત્ર હેઠળ આવતી બાબત છે. આવેગને એક શરીરની ગતિવિધિમાં આવતા ‘પરિવર્તન’(Change in Momentum) તરીકે અને બીજા શબ્દોમાં કહીએ તો સંબંધિત શરીરોના ‘દ્રવ્યમાન’(Mass) અને ‘વેગમાં’(Velocity) થતા પરિવર્તન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. અને જ્યારે ઘણા બધા શરીરો હોય છે, ત્યારે વિવિધ પ્રકારની ઝડપ અને દ્રવ્યમાન હોય છે જ અને આ શરીરો એકબીજા સાથે અથડાશે.

કુદરતની પણ ઉપરવટ જઇને માણસ કદાચ નીચેની બે રીતે કાર્ય કરી શકે છે:

1. તેની ઝડપના ફેરફારને અંકુશિત કરીને
2. તેના વજનને ઘટાડીને

બહાર જતી વખતે સહાજિકપણે વર્તો, એટલું જ નહીં તમારી ઝડપને અંકુશમાં રાખો અને બીજા પરથી તમારા વજનને હટાવો. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે આપાતકાલીન ઘંટડી વાગે ત્યારે સાથે મળીને સહજતા અને શાંતિપૂર્વક વર્તો.
--
સંદર્ભો: