ગુરુવાર, 30 જૂન, 2011

રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સત્તામંડળ (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી – એનડીએમએ) અને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા પ્રકાશિત માર્ગદર્શિકા

આપત્તિમાં વધારે ટકાઉ ઇમારતો અને આંતરમાળખાં નિર્માણની દિશામાં રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સત્તામંડળ (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએન.ડી.એમ.એ) અને ભારતીય રિઝર્વ બેંક (આર.બી.આઈ) દ્વારા ઉઠાવાયેલા એક નોંધપાત્ર કદમ અંગે મહત્વની માહિતી પૂરી પાડવા બદલ અનુપ કારંથનો આભાર. અનુપ કારંથે મને મોકલેલો -મેઇલ બાબતમાં થયેલી પ્રગતિ અંગે વિશેષ વિગતો જાણવા માટે અત્રે રજુ કર્યો છે, તે જોવા વિનંતી. (અનુપ આપત્તિ સંચાલન અને ક્ષમતા નિર્માણ ક્ષેત્રમાં સઘન કાર્ય કરતા સિવિલ ઇજનેર અને પ્લાનર છે.) અત્યંત પ્રોત્સાહક છે કે આર.બી.આઈ.એ મુદ્દા પર એક જાહેરનામુ બહાર પાડ્યું છે. એનડીએમએની માર્ગદર્શિકા વધારે ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે તેની ખાતરી પૂરી પાડવામાં જાહેરનામુ કદાચ સફળ થશે.

જાહેરનામુ અત્રે ડાઉનલોડ કરી શકાય છે. અંગ્રેજીમાં ભારત સરકારની એનડીએમએ વેબસાઇટ પરથી સીધા અથવાઅમારી વેબસાઇટ પરથી.

શબ્દશ: નીચે પ્રમાણે છે:

તરફ થી : અનુપ કારંથ [Mail to : :anup.karanth@gmail.com]
મોકલાયો: ૧ જૂન, ૨૦૧૧ ૧૨:૪૨
પ્રતિ: ગુપ્ત કાર્ય પ્રાપ્તકર્તાઓ

વિષય: ઇમારતો અને આંતરમાળખાં આપત્તિ પ્રતિરોધક નિર્માણની ખાત્રી પૂરી પાડવા અંગેની રાષ્ટ્રીય આપત્તિ સંચાલન માર્ગદર્શિકા (એન.ડી.એમ.એ, ભારત સરકાર)

ભારત સરકારના રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સત્તામંડળે (એન.ડી.એમ.એ), બેન્કો અને અન્ય ધિરાણ સંસ્થાઓ દ્વારા થતા ઇમારતો અને આંતરમાળખાંના બાંધકામો આપત્તિ પ્રતિરોધક બને તેની ખાતરી પૂરી પાડવા એક માર્ગદર્શિકા તૈયાર કરી છે. એનડીએમએનું અવલોકન એ છે કે, આપત્તિ પ્રતિરોધનમાં કેટલીક ગંભીર ખામીઓ છે અને માર્ગદર્શિકા લોન અરજીઓ મંજુર કરવાની હાલની પ્રક્રિયામાં રહેલી આ ખામીઓ દૂર કરવાનો હેતુ ધરાવે છે. એવું નિહાળવામાં આવ્યું છે કે, બેન્ક લોન લેવાની અરજી રજુ કરતા પહેલાં સૂચિત ઇમારતો અને આંતરમાળખાંની માળખાકીય રૂપરેખા પૂરી કરવામાં આવતી નથી અને બાંધકામ શરૂ થાય તે પહેલાં ઇમારતોમાં ખરેખર આપત્તિ પ્રતિરોધન હાથ ધરાયું છે તેની ખાત્રી પૂરી પાડવાની કોઈ પ્રક્રિયા બેન્કો માં થતી નથી. ઇમારતો અને આંતરમાળખાંના આપત્તિ પ્રતિરોધક બાંધકામની ખાત્રી પૂરી પાડવા અંગેની રાષ્ટ્રીય આપત્તિ સંચાલન માર્ગદર્શિકા-સપ્ટેમ્બર ૨૦૧૦ ની એક નકલ આ સાથે બીડેલ છે.

સોમવાર, 20 જૂન, 2011

શૈક્ષણિક ઇમારતોમાં નિસરણીઓ અંગે ભારતની રાષ્ટ્રીય ઇમારત સંહિતા (સુરક્ષા સંબંધિત કેટલીક કલમો)



આપત્તિ ની પરિસ્થિતિઓમાં ભારતની મોટાભાગની શાળાઓના મકાનો અને શૈક્ષણિક સંકુલોની નિસરણીઓ જોખમરૂપ જણાય છે, એમાંની ઘણી નિસરણીઓ માળખાકીય રીતે શંકાસ્પદ અથવા તો સલામત માર્ગમાં અવરોધરૂપ જણાય છે.
બ્યૂરો ઑફ ઇન્ડીયનસ્ટાન્ડર્ડ્ર્ઝ દ્વારા (બી.આઈ.એસ) બહાર પાડેલી રાષ્ટ્રીય ઇમારત સંહિતા (નેશનલ બીલ્ડિંગ કોડએનબીસી) એસ.પી . ૨૦૦૫ તરીકે પણજાણીતી છે. તેમાં નિસરણીઓ અંગેની કેટલીક શિક્ષાપ્રદ કલમો છે, જે શૈક્ષણિક ઇમારતોને લાગુપડે છે અને સમગ્ર દેશમાં અમલ કરવાને યોગ્ય છે.અમે કેટલીક માહિતી એકઠી કરી છે. તે નીચે પ્રમાણે છે:
Ø ઇમારતમાંથી ચોક્કસ માળ ખાલી કરવાની યોજના (પ્રકાર -) માંથી ૨.૫ મિનીટમાં, (પ્રકાર -૨) માંથી ૧.૫ મિનીટમાં, (પ્રકાર -૩) માંથી ૧ મિનીટમા અને (પ્રકાર-૪) માટે કશું નિયત નથી.
Ø દરેક માળ ૧૫ મીટર કરતાં વધારે ઊંચા અને ૫૦૦ ચોરસ મીટર ² ક્ષેત્રફળ કરતા વધારે વિસ્તાર ધરાવતા હોય તેવી ઇમારતો માટે
o ઓછામાં ઓછી બે નિસરણીઓ
o તે બંધ પ્રકારની હોવી જોઇએ
o ઓછામાં ઓછી એક નિસરણી ઇમારતની બહારની દીવાલની બહારની બાજુ હોવી જોઇએ
Øબહારના દરવાજા
o એક પણ એક્ઝિટ દરવાજો ૧૦૦૦ મિમિથી નાનો હોવો જોઇએ નહીં
o એક્ઝિટ દરવાજા બહારની બાજુ ખુલવા જોઇએ
o એક્ઝિટ દરવાજા સીધા નિસરણીઓમાં ખુલવા જોઇએ નહીં, દરેક દરવાજાથી નિસરણી તરફ ખુલતા માર્ગ પર ઓછામાં ઓછો એક દરવાજાની પહોળાઈ જેટલો
લેન્ડિંગ પેસેજ હોવો જોઇએ અને આ પેસેજનું લેવલ જે તે માળના લેવલ જેટલું જ હોવું જોઇશે.
o બહાર જવા માટેના દરવાજા બાજુમાંથી ખુલે તેવા હોવા જોઇએ, જેથી ચાવીનો ઉપયોગ કરવાની જરૂર ના પડે.
Ø જ્યાં કોરિડોર અને પેસેજના માર્ગોમાંથી નિસરણીઓ નિકળતી હોય, તે કોરિડોર અને પેસેજની ઊંચાઈ ૨.૪ મીટરથી ઓછી હોવી જોઇએ નહીં.
Øલોબી, પેસેજ અને નિસરણી જેવા બહાર નીકળવાના તમામ માર્ગો માં તાજી હવાની અવરજવર રહે તેની ખાત્રી પૂરી પાડો.
Øઆંતરિક નિસરણીઓ માટે નીચેની બાબતોની કાળજી લેવાવી જોઇએ
o તે દહનશીલ પદાર્થની બનેલી ના હોવી જોઇએ
o તે સ્વાયત્ત એકમ જેવી, બંધ અને તેમની એક બાજુએ દીવાલ ચણેલી હોવી જોઇએ
o તે લિફ્ટની શાફ્ટની આસપાસ ના હોવી જોઇએ
o તે પોલા, દહનશીલ પદાર્થોની બનેલી ના હોવી જોઇએ
o તેની સાથે ગેસની પાઇપો કે વીજળીના દોરડા જતા ના હોવા જોઇએ.
o એક કલાકનું ફાયર રેટિંગ ધરાવતી હોય તો, તેમાં ડક્ટિંગ હોઈ શકે છે.
o નીચે મુજબનું માપ ધરાવતી હોવી જોઇએ
§ નિસરણીની લઘુત્તમ પહોળાઈ . મીટર
§ પગથીયાની લઘુત્તમ પહોળાઈ ૩૦૦ મિલિમીટર
§ બે પગથીયા વચ્ચેનું મહત્તમ અંતર ૧૫૦ મિલિમીટર
§ દર ફ્લાઇટ દીઠ વધુમાં વધુ ૧૫ પગથીયા
§ હેન્ડરેઇલની ઊંચાઈ . મીટર
§ નિસરણીથી છતનું અંતર એટલે કે હેડરૂમ ઓછામાં ઓછું . મીટર
o નિસરણીમાં લેન્ડિંગ્સ વચ્ચેની ફ્લાઇટની રચના જે તે માળ પર વસતા લોકોની મહત્તમ સંખ્યાને આવરી લે તેવી રહેશે
o આગ લાગવાનું જોખમ ધરાવતી કોઈપણ જગ્યા નિસરણીમાં સીધી ખુલવી જોઈએ નહી
o નિસરણીઓના બહારની તરફના એક્ઝિટ દરવાજા ગ્રાઉન્ડ લેવલે હોવા જોઈએ અને જરૂર પડ્યે સીધા ખુલ્લીજગ્યામાં અથવા વિશાળલોબીમાં ખુલવા જોઇએ
o મુખ્ય નિસરણી જમીન થી ધાબા સુધી સળંગ હોવી જોઇએ
o સળગી જાય તેવું ડેકોરેશન ધરાવતી ના હોવી જોઇએ
o એક્ઝિટના સંકેતો સ્પષ્ટ જોઈ શકાય તેવા હોવા જોઇએ
o પ્રત્યેક માળ દર્શાવેલા હોવા જોઇએ
Ø નિસરણીઓના પ્રેશરાઇઝેશન વિષે કાળજી લેવાવી જોઇએ. આનો અર્થ એવો થાય છે કે આગના ફેલાવાનેઅંકુશમાં રાખવા નિસરણીને અલગ ભાગોમાં વહેંચવામાં આવે છે, તેમ છતાં ધૂમાડા અને ઝેરી વાયુઓનાસંપર્કને કદાચ ટાળી ના પણ શકાય. સુરક્ષિત પેસેજ માટે સંરક્ષિત માર્ગ પર ધૂમાડો અને ઝેરી વાયુઓ ના થાયતે જરૂરી છે. તેથી, બહુમાળી ઇમારતોમાં નિસરણીઓના પેસેજનું પ્રેશર ઊંચુ લાવવા તાજી હવા દાખલ કરીશકાય.
Øબહુમાળી ઇમારતોમાં બાહ્ય નિસરણીઓ ઇચ્છનીય છે અને તેમાં નીચે મુજબની સજ્જતા હોવી જોઇએ:
o તમામ બાહ્ય નિસરણીઓ સીધી જમીન સાથે જોડાયેલી હોવી જોઇએ
o બાહ્ય નિસરણીનું પ્રવેશદ્વાર અલગ હોવું જોઇએ અને આંતરિક નિસરણીઓથી દૂર હોવું જોઇએ
o નિસરણીઓના માર્ગમાં કોઈ દરવાજા કે બારીના શટરથી અડચણ થતી ના હોવી જોઇએ
o ઉપયોગ કરી શકાય તેવી સારી સ્થિતિમાં હોવી જોઇએ
o તેના માર્ગમાં કોઈ અડચણો ના હોવી જોઇએ
o બાહ્ય નિસરણીઓ બિન-દહનશીલ પદાર્થોની બનેલી હોવી જોઇએ અને તેના તરફ જતા કોઈ પણ પ્રવેશદ્રાર પરઅગ્નિશામકો હોવા જોઇએ
o ફાયર એસ્કેપ માટે ઉપયોગમાં લેવાતી કોઇપણ બાહ્ય નિસરણી ક્ષિતિજથી ૪૫ ડીગ્રી કરતા વધારે ખૂણો ધરાવે તે રીતેમૂકાવી જોઇએ
o કેટલાક માપ
§ લઘત્તમ પહોળાઈ = ૧૨૫૦ મિલીમીટર
§ પગથીયાની લઘુત્તમ પહોળાઈ = ૨૫૦ મિલીમીટર
§ બે પગથીયા વચ્ચેનું મહત્તમ અંતર = ૧૯૦ મિલીમીટર
§ દર ફ્લાઇટ દીઠ વધુમાં વધુ ૧૫ પગથીયા
o ગોળાકાર નિસરણી લગાડી શકાય, પરંતુ તે
§ મીટર કરતા ઊંચી ના હોય તેવી ઇમારતોમાં લગાવી શકાય
§ ઓછી વહનક્ષમતા માટે ડીઝાઇન કરી હોય
§
૧૫૦૦ થી ઓછો વ્યાસ ના હોય
§
પર્યાપ્ત હેડરૂમ માટે ડીઝાઇન કરી હોય
ઉપરોક્ત મુદ્દાઓ ભારતીય રાષ્ટ્રીય ઇમારત સંહિતામાંથી સીધા ઉદ્ધૃત કરેલ છે અને તે શૈક્ષણિક ઈમારતો માં સ્થળાંતર માટે સલામત નિસરણીઓ ડીઝાઇન કરવા ઉપયોગી થઇ શકે છે.
સંહિતા ની કેટલીક કલમો માં જેમ કે આમાં સુધારા ની જરૂર છે. સુધારા નો કોઈ અંત નથી, અને બીજી આંતરરાષ્ટ્રીય સંહિતા ને ધ્યાન માં રાખીને સંશોધન બાબતે માં સુધારો કરી શકાય છે.