ગુરુવાર, 30 જૂન, 2011

રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સત્તામંડળ (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી – એનડીએમએ) અને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા પ્રકાશિત માર્ગદર્શિકા

આપત્તિમાં વધારે ટકાઉ ઇમારતો અને આંતરમાળખાં નિર્માણની દિશામાં રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સત્તામંડળ (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએન.ડી.એમ.એ) અને ભારતીય રિઝર્વ બેંક (આર.બી.આઈ) દ્વારા ઉઠાવાયેલા એક નોંધપાત્ર કદમ અંગે મહત્વની માહિતી પૂરી પાડવા બદલ અનુપ કારંથનો આભાર. અનુપ કારંથે મને મોકલેલો -મેઇલ બાબતમાં થયેલી પ્રગતિ અંગે વિશેષ વિગતો જાણવા માટે અત્રે રજુ કર્યો છે, તે જોવા વિનંતી. (અનુપ આપત્તિ સંચાલન અને ક્ષમતા નિર્માણ ક્ષેત્રમાં સઘન કાર્ય કરતા સિવિલ ઇજનેર અને પ્લાનર છે.) અત્યંત પ્રોત્સાહક છે કે આર.બી.આઈ.એ મુદ્દા પર એક જાહેરનામુ બહાર પાડ્યું છે. એનડીએમએની માર્ગદર્શિકા વધારે ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે તેની ખાતરી પૂરી પાડવામાં જાહેરનામુ કદાચ સફળ થશે.

જાહેરનામુ અત્રે ડાઉનલોડ કરી શકાય છે. અંગ્રેજીમાં ભારત સરકારની એનડીએમએ વેબસાઇટ પરથી સીધા અથવાઅમારી વેબસાઇટ પરથી.

શબ્દશ: નીચે પ્રમાણે છે:

તરફ થી : અનુપ કારંથ [Mail to : :anup.karanth@gmail.com]
મોકલાયો: ૧ જૂન, ૨૦૧૧ ૧૨:૪૨
પ્રતિ: ગુપ્ત કાર્ય પ્રાપ્તકર્તાઓ

વિષય: ઇમારતો અને આંતરમાળખાં આપત્તિ પ્રતિરોધક નિર્માણની ખાત્રી પૂરી પાડવા અંગેની રાષ્ટ્રીય આપત્તિ સંચાલન માર્ગદર્શિકા (એન.ડી.એમ.એ, ભારત સરકાર)

ભારત સરકારના રાષ્ટ્રીય આપત્તિ સંચાલન સત્તામંડળે (એન.ડી.એમ.એ), બેન્કો અને અન્ય ધિરાણ સંસ્થાઓ દ્વારા થતા ઇમારતો અને આંતરમાળખાંના બાંધકામો આપત્તિ પ્રતિરોધક બને તેની ખાતરી પૂરી પાડવા એક માર્ગદર્શિકા તૈયાર કરી છે. એનડીએમએનું અવલોકન એ છે કે, આપત્તિ પ્રતિરોધનમાં કેટલીક ગંભીર ખામીઓ છે અને માર્ગદર્શિકા લોન અરજીઓ મંજુર કરવાની હાલની પ્રક્રિયામાં રહેલી આ ખામીઓ દૂર કરવાનો હેતુ ધરાવે છે. એવું નિહાળવામાં આવ્યું છે કે, બેન્ક લોન લેવાની અરજી રજુ કરતા પહેલાં સૂચિત ઇમારતો અને આંતરમાળખાંની માળખાકીય રૂપરેખા પૂરી કરવામાં આવતી નથી અને બાંધકામ શરૂ થાય તે પહેલાં ઇમારતોમાં ખરેખર આપત્તિ પ્રતિરોધન હાથ ધરાયું છે તેની ખાત્રી પૂરી પાડવાની કોઈ પ્રક્રિયા બેન્કો માં થતી નથી. ઇમારતો અને આંતરમાળખાંના આપત્તિ પ્રતિરોધક બાંધકામની ખાત્રી પૂરી પાડવા અંગેની રાષ્ટ્રીય આપત્તિ સંચાલન માર્ગદર્શિકા-સપ્ટેમ્બર ૨૦૧૦ ની એક નકલ આ સાથે બીડેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો