મંગળવાર, 23 નવેમ્બર, 2010

આપત્તિ નિવારણના અભિગમો (અલાર્પ અભિગમ)

કામ કે રમત દરમ્યાન થતી ક્રિયાઓ જોખમરૂપ હોઈ શકે છે. તેથી, અણધાર્યા અકસ્માતો કે આપત્તિઓથી બચવા માટે અગમચેતીના પગલાં લઇએ છીએ. જોખમ દરેક જગ્યાએ હોય છે, પરંતુ એ પછી એક પ્રશ્ન આપણે પૂછી શકીએ છીએ કે શું કોઈ વ્યક્તિએ જાનહાનિ, ઇજા કે નાણાકીય નુકસાનને સાવ શૂન્ય નહિ તો પણ નહિવત બનાવનારા પ્રયાસો હાથ ધરવાની જરૂર છે કે કેમ? અને જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો, કઈ રીતે અને કેટલા પ્રયાસોની જરૂર છે?

આ સંદર્ભમાં, કોઈ વ્યક્તિ અભિગમો અંગે વાત કરી શકે અથવા તો એવી માળખાકીય વ્યવસ્થાની વાત કરી શકે, જેનો આપત્તિ નિવારણ માટેના અભિગમોને વ્યાખ્યાયિત કરવામાં ઉપયોગ થઈ શકે. આ જાણીતા અભિગમો પૈકીના કેટલાક આ પ્રમાણે છે,

૧. વાજબીપણે વહેવારક્ષમ હોય તેટલું ઘટાડવું (એઝ લૉ એઝ રીઝનેબ્લી પ્રેક્ટિકેબલ – અલાર્પ)

૨. વાજબીપણે પ્રાપ્ય હોય તેટલું ઘટાડવું (એઝ લૉ એઝ રીઝનેબ્લી એચીવેબલ – અલારા)

૩. વાજબીપણે જેટલું વહેવારક્ષમ હોય તેટલું (સો ફાર એઝ ઇઝ રીઝનેબ્લી પ્રેક્ટિકેબલ – સફાર્પ)

૪. બીજા પણ હોઈ શકે છે

આ પોસ્ટમાં આપણે અલાર્પ વિષે ચર્ચા કરીશું. અલાર્પ એટલે ‘વાજબીપણે વહેવારક્ષમ હોય તેટલું ઘટાડવું. પ્રાપ્ત શ્રેષ્ઠ પ્રણાલીઓ અને ધોરણોનો ઉપયોગ કરીને આપત્તિમાં શક્ય હોય તેટલો ઘટાડો કરવાના અભિગમને અલાર્પ કહી શકાય. અહીં, ‘શ્રેષ્ઠ પ્રણાલીને શ્રેષ્ઠ વહેવારુ પર્યાવરણીય સ્થિતિઓમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ ટેકનોલોજી કહી શકાય. સારી સમજૂતી માટે નોલની સાઈટ જુઓ.

અને નીચેની આકૃતિ પણ જુઓ

અલાર્પની વ્યાખ્યા માટે એચએસઈ, યુ.કે.પણ જુઓ,

અને જુઓ કે તે કઈ રીતે અસ્તિત્વમાં આવી. એડવર્ડ વિરુદ્ધ નેશનલ કોલ બોર્ડ, ૧૯૪૯ કેસના આધારે ૧૯૭૪માં અધિનિયમ બન્યો. મુસાફરી દરમિયાન રસ્તાનો એક ભાગ તૂટી પડતાં એડવર્ડને જીવલેણ અકસ્માત થયો. સેફ્ટી હેલ્થ એન્વાયર્નમેન્ટ લિ.ના બ્લોગમાં આ ઘટના ઉલ્લેખાયેલી છે. જુઓ કડી જ્યાં અકસ્માત થયો હતો, તે ભાગના રસ્તાને લાકડાનો ટેકો નહોતો. તે સિવાયના બાકીના ભાગને યોગ્ય ટેકો હતો. નેશનલ કોલ બોર્ડના જજ લોર્ડ એસ્ક્વિથે નિર્ણય કર્યો કે રસ્તાના ચોક્કસ ભાગ સિવાય બાકીના હિસ્સાને મરામતની જરૂર નહોતી. અપીલ કોર્ટે પાછળથી ઠરાવ્યું કે જો ‘પરીણામો અને ‘જોખમનું પ્રમાણ ઓછા હોય અને જોખમને ઘટાડવાના ‘પગલાંની કિંમત અત્યંત ઊંચી હોય તો, તે કિંમત ચૂકવવી ગેરવાજબી હશે. બ્રિટનના અધિનિયમે (કાર્ય વગેરે સ્થળોએ તંદુરસ્તી અને સુરક્ષા અધિનિયમ ૧૯૭૪ ) પાછળથી અલાર્પની વ્યાખ્યા ઘડી કાઢી અને કાર્ય કરવાના સ્થળે તમામ પ્લાન્ટ્સ\ઇક્વિપમેન્ટ્સ અને સીસ્ટમ્સ સલામત હોય અને આરોગ્ય કે જીવન માટે જોખમરૂપ ના હોય તેની ખાતરી પૂરી પાડી.

નાણાકીય અર્થમાં, અલાર્પ કિંમત-લાભ આધારીત જોખમ ઘટાડા પર નિર્ભર છે, જેમાં લાભ કિંમતથી વધવો જોઇએ.


આકૃતિ: એક લાક્ષણિક આપત્તિ નિવારણ અભિગમ આલેખ

તેથી તે જોખમ અને લાભને સંતુલિત કરવાની શ્રેષ્ઠ સામાન્ય પ્રણાલી વિશેષ છે. અલાર્પ અન્ય દેશોની જેમ બ્રિટનમાં ઉપયોગમાં લેવાતો નથી., કેમ કે તેનું સ્થાનિક સંસ્કૃતિ પ્રમાણે અર્થઘટન થઈ શકે છે. અલાર્પ અને સફાર્પ જેવા અન્ય અભિગમો છે, જેની નોંધ લેવી પડશે.

અન્ય સંદર્ભ સ્રોતો અને કડીઓ:

. હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝીક્યુટિવ (http://www.hse.gov.uk)

. નોલ (http://knol.google.com/k/alarp-as-low-as-reasonably-practicable-risk#)

. રિસ્ક પોર્ટલ ડોટ કોમ (http://www.riskportal.com/images/stories/new-insights/ALARP.jpg)

. વિકિપીડીયા (http://en.wikipedia.org/wiki/ALARP)

. સેફ્ટી હેલ્થ એન્વાયર્નમેન્ટલ સર્વીસીઝ દ્વારા બ્લોગ (http://safety-health-environment-law.blogspot.com/2010/01/edwards-v-national-coal-board.html)