શુક્રવાર, 16 ડિસેમ્બર, 2011

૧૮ સપ્ટેમ્બર ના ભૂકંપ પછીની સિક્કિમ યાત્રા

મારી સિક્કિમની બીજી મુલાકાત આ વખતે રાજ્યના પાટનગર ગંગટોક પૂરતી જ મર્યાદિત રહી હતી. સૌથી મહત્વનું કાર્ય છેલ્લી મુલાકાત દરમ્યાન શોધેલી નુકસાન પામેલી શાળામાં પુન:સ્થાપનની કામગીરી શરૂ કરવાનું હતું.શાળા સલામતીની અમારી લાંબા ગાળાની કાર્યસૂચીનો આ એક એવો ભાગ હતો કે જેમાં શાળાઓના પુન:નિર્માણ દ્વારા અમે નીચેના ઉદ્દેશો પ્રાપ્ત કરવા માગીએ છીએ

૧. હયાત શાળાઓની ઇમારતો મજબૂત કરવી

૨. શાળાઓની ઇમારતોમાં સલામતી અને સુલભતાના વિચારોનો પરિચય કરાવવો અને તેનું સંકલન કરવું

૩. સ્થાનિક સરકાર સહિતના વિવિધ વપરાશકર્તા જૂથો માટે પ્રસારણ કાર્યક્રમો હાથ ધરવા

શરૂઆતમાં અમે લ્યુંમ્સી જુનીયર શાળા માં અમારું કામ શરૂ કર્યું હતું જે ગંગટોક ના શહેરી વિસ્તારની હદમાં આવેલી છે અને તેના બે વર્ગખંડોને નુકશાન થયું છે.વિચાર ફક્ત નુકશાન થયેલી શાળાની ઈમારત નું સમારકામ અને મજબૂતાઈ જ નહીં પરંતુ મજુરો ની રેટ્રોફિટીંગ ની તાલીમ ની તક ઝડપી લેવાની પણ હતી .મેં અને રહેમાને(સિડ્સ ટીમ માંથી) રૂબરૂ મુલાકાતો અને ચર્ચા-વિચારણા કરીને, સાઈટ પરથી ચિત્રો અને રેખાંકનો સહિતની જરૂરી માહિતી એકઠી કરી હતી

મારી પ્રથમ મુલાકાત દરમ્યાન ના ઝડપી દ્રશ્યાત્મક સર્વે અને સિડ્સ ના સભ્યો દ્વારા અન્ય સંબંધિત મુલાકાતો પછી આ શાળા નક્કી કરવામાં મદદ રહી હતી.લ્યુંમ્સી નો પ્રવેશ યોગ્યતા વિભાગ એ શાળા અને અન્ય જૂથો માટે શાળાની મુલાકાત અને સંપર્ક માટે યોગ્ય છે.તાજેતરમાં, અમે નાની ટીમ નક્કી કરીને અમારી જુનિયર શાળાની કામગીરીની માર્ચ ૨૦૧૨ ના અંત સુધીની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છીએ.સિડ્સ ના પગાર ધોરણથી રાખી અને ડી.એ માંથી બે મજુરો ટૂંક સમયમાં અમારી સાથે જોડાઈ જશે

લ્યુંમ્સી શાળાના ફોટાઓ અહી
ઉપલબ્ધ છે

Lumsey Junior High School (Link to Picasa album)



આ ઉપરાંત, મેં અન્ય સંસ્થાઓ એ ભૂકંપ પછી હાથ ધરેલી કામગીરીની નોંધ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અખબારી અહેવાલો અને અહીંના સાથીદારોની ચર્ચા પરથી જણાયું હતું કે, વહીવટીતંત્ર અને નાગરિક સમાજ હજુ પણ વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને અન્ય ગ્રાન્ટ્સના વ્યાપક ફંડની રાહ જોઈ રહ્યા હતા.મને બધા સ્તરે ભૂકંપની સ્થિતિ ના પ્રતિભાવ સંબંધિત રસપ્રદ ચર્ચા થતી જોવા મળી જેને રાજ્યએ ભવિષ્યમાં અપનાવવી જોઈએ. બેઠકો અને પરિષદોમાં પેટા નિયમો અને માળખાકીય જોગવાઈઓમાં સુધારણા ના ઉદ્દેશ ની ચર્ચાઓ પણ થતી સંભળાતી હતી

સિક્કિમ ૬૦૦,૦૦૦ ની વસ્તી ધરાવતો સુસંગઠિત સમાજ છે.રાજ્યમાં તમામ લોકો ભૂકંપ પછીના પરિણામ ની સ્થિતિ થી પરિચિત છે અને તેમને એકબીજા માટે સહાનુભુતિ છે.નગર જેમ કે ચુંગથાંગમાં મકાનમાલિકોને ભારે નુકશાન સહન કરવું પડ્યું હતું. સરકાર દ્વારા પુનર્વસન માટે વાજબી વળતર ની મહેરના રૂપમાં આ કિસ્સામાં ૫૦,૦૦૦ રૂપિયા,એ સિક્કિમ જેવા સ્થળ માટે પૂરતા તર્કસંગત નથી

એ કમનસીબ છે કે ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યો પૈકી એક એવું સિક્કિમ તેના લોકોને બિલ્ડીંગ સુરક્ષા જાગરૂકતા અને બાંધકામ ટેકનોલોજી ના રૂપમાં કોઈ પણ ટેકનિકલ મદદ માટે તૈયાર નથી. અને/અથવા માર્ગદર્શન કે જે તેમને તેમના જીવન અને જીવન શૈલીમાં આવેલા આ વિશાળ ભંગાણનો સામનો કરવામાં મદદ કરે તે જરૂરી છે- જે સમય ની માંગ છે

***
દ્વારા લેખિત : ચંદ્રા ભાકુની

ચકાસણી અને સમીક્ષા: પ્રતુલ અહુજા, શ્રુતિ નાયર, સ્મૃતિ સારસ્વત

સોમવાર, 24 ઑક્ટોબર, 2011

સિક્કિમ,ભારત ભૂકંપ માટે ઈજનેરી પાઠ (તીવ્રતા-૬.૯ )


મેં તાજેતર માં ૧૮ સપ્ટેમ્બર ના ભૂકંપ પછી મારી સિક્કિમ ની યાત્રા પૂરી કરી.યાત્રા ના થોડા હેતુ હતા જે નીચે મુજબ છે.

૧ . આ ક્ષેત્રમાં ઇમારતો અને માળખાઓને થયેલા નુકસાન અંગે સમજ પ્રાપ્ત કરવી.

૨. આ ઘટનાની અસર સમજવા ‘શાળાની ઇમારતો’ અને અન્ય સંસ્થાગત વ્યવસ્થાઓની મુલાકાત લેવી.

૩. આપત્તિ પ્રતિભાવ પ્રણાલી કેવી રીતે કામ કરે છે તે નિહાળવું.

વિસ્તૃત રિપોર્ટ જાણવા માટે આપેલ લિંક ક્લિક કરો.


મારા ફિલ્ડ ના અનુભવો અને યાત્રા દરમ્યાન ત્યાના લોકો સાથે ની વાતચીત ના આધારે થોડી ભલામણો અને નિષ્કર્ષ, જે નીચે મુજબ છે.

૧. મોટી ઇજનેરી કંપનીઓ, ગંગટોકની યુનિવર્સિટીઓ,અને વ્યક્તિગત સ્તર પર સિક્કિમ નું ઘણી હદ સુધી નિરીક્ષણ થયું.તેના કૌશલ્યનો ઉપયોગ માળખાકીય સવલતોની સુરક્ષા અને સુધારણા માટે થવો જોઇએ.

૨. ભૂકંપની સૌથી વિશેષ અસર પામેલી ચુંગથાંગ જેવી શહેરીકરણ પામી રહેલી વસાહતોના વ્યાપક વિકાસ (સંપર્ક અને સવલતો) માટે આ ભૂકંપ એક તક હોવાનું જણાય છે.

૩. પરંપરાગત મકાનો/ઘરો (જેને એકરા કહેવાય છે) તે બાંધકામોએ ભૂકંપ સામે સારી કામગીરી બજાવી છે અને તેમને ઓછું નુકસાન થયું છે. આ બાંધકામને ઉત્તેજન મળવું જોઇએ અને આ ક્ષેત્રમાં નાવીન્યકરણ દ્વારા સુવિધાપૂર્ણ અને સલામત ઘરોનું નિર્માણ થઈ શકે.

૪. ચુંગથાંગમાં થયેલા નુકસાને ખાસ કરીને જંગી રોકાણો કરનારા ઘર માલિકો માટે માનસિક સમસ્યાઓ સર્જી છે અને તેમને માનસિક સલાહની તાત્કાલિક જરૂર છે.

૫. વિવિધ શાળાની ઇમારતોમાં થયેલા નુકશાનેબાળકોમાં ભયની લાગણી પેદા કરી છે.આ ભયની વાતો સાંભળવા કરતા વધારે ડહાપણભર્યું એ છે કે ભૂકંપ અંગેના પ્રશિક્ષણની તકો ઉભી કરવામાં આવે.

૬. સિક્કિમની આપત્તિ એક તક છે અને માત્ર સુરક્ષાના દ્રષ્ટિકોણથી જ નહીં, બલકે ભારતીય ઉપખંડના ઉત્તર પૂર્વ ક્ષેત્રની વિકાસ જરૂરિયાતોના સંદર્ભમાં પણ સહિયારા શાસનના ઉદાહરણ તરીકે દર્શાવી શકાય.

દ્વારા [સ્વીકૃતિ સાથે]

શ્રી. ચંદ્રા ભાકુની, સ્ટ્રક્ચરલ ઇજનેર, ક્વેકસ્કૂલ કન્સલ્ટિંગ
[મનુ અને તેની સીડ્સની દિલ્હી ટીમ, લોકલ ડીઓયુ યુનિટમાંથી શ્રીમતી રિન્કુ વઢેરા, આર્કિટેક્ટ્કસ ઑફ સિક્કિમ ખાતે શ્રી. પ્રશાંત પ્રધાન, ટી.શેરિંગ (શાળા શિક્ષક), સોહેલ દા (અધ્યાપક, સિક્કિમ યુનિવર્સિટી), કર્નલ વાઢેરા, કર્નલ વિશાલ અને ક્વેકસ્કુલ ટીમ તેમજ યાત્રા દરમ્યાન મળેલ મિત્રો નો હું લાગણીસભર આભાર વ્યક્ત કરું છું..]

***


બુધવાર, 13 જુલાઈ, 2011

સ્ટ્રક્ચરલ ઇજનેરો દ્વારા કેટલાક અર્થક્વેક ફીલર્સ




ફોટાઓ. ખાસ મજબૂત કરેલી ભારતમાં કોંક્રિટ કડિયા ઇમારતો


એ બાબત સમજાઈ જ જવી જોઇએ કે, પૃથ્વીની સપાટી હંમેશાં હલતી રહે છે, બીજા શબ્દોમાં કહીએ તો, ધ્રૂજતી રહે છે. જોકે, આ ધ્રૂજારીઓની તીવ્રતા એટલી નીચી હોય છે કે આપણે મનુષ્યોને તેનો અનુભવ થતો નથી, સિવાય કે ભૂકંપ જેવી ઘટનાઓ બને છે ત્યારે તેની તીવ્રતા વધારે હોય છે.

ભૂકંપો અને આ ધ્રૂજારીઓને સમજવા માટે ભૂકંપ નિષ્ણાતો જે પદ્ધતિઓ અપનાવે છે તેમાંની ધ્રૂજારીઓનું મોજાના સ્વરૂપમાં વર્ગીકરણ કરવાની એક પદ્ધતિ છે ભૂકંપ દરમિયાન પૃથ્વીના પોપડા નીચે ઉત્પન્ન થતા આ મોજા તમામ દિશાઓમાં ફેલાય છે. ભૂકંપીય મોજા તરીકે ઓળખાતા આ મોજાનું બે પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય છે: 1. પેટાળ અને 2. સપાટી. પેટાળ મોજા પૃથ્વીના પેટાળ દ્વારા ખસે છે, તો સપાટી મોજા થોડોક લાંબો માર્ગ લે છે, કારણકે તેણે સૌપ્રથમ તો તે પૃથ્વીની સૌથી નજીકની સપાટી સુધી પોતાનો માર્ગ બનાવવો પડે છે અને પછી સપાટી મોજા તરીકે આગળ વધે છે. થોડી સરળ શૈક્ષણિક વેબસાઇટો વેબસાઈટ ૧, વેબસાઈટ ૨ જે ભૂકંપીય મોજાની સરળ સમજૂતી પૂરી પડે છે.

સ્ટ્રક્ચરલ ઇજનેરીનું વિજ્ઞાન આ મોજા કઈ રીતે પ્રવાસ કરે છે અને જ્યારે તે અથડાય છે ત્યારે ઇમારત પર તેની કેવી અસર થાય છે તે અંગેનું છે.

છેલ્લા એક વર્ષમાં ઇતિહાસે કેટલાક મહત્વના આફ્ટરશોકસ ધરાવતી બે કમનસીબ ભૂકંપ ઘટનાઓ જોઈ છે.ન્યૂઝીલેન્ડ અને જાપાન જેવા દુર સુધીના સ્થળો સમાચારમાં હતા.ગયા વર્ષે ચીલી જેવા અન્ય સ્થળોએ પણ નોંધપાત્ર નુકસાન જોવા મળ્યું.સ્ટ્રક્ચરલ ઇજનેરો ને શું લાગ્યું અને તે અંગે શું કહેવું છે તે જોઇએ:

ન્યૂ ઝીલેન્ડ (૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૧)

અમેરિકન સોસાયટી ઑફ સિવિલ એન્જિનીયર્સ (એ.એસ.સી.ઈ) ના સ્ટ્રક્ચરલ એન્જિનીયરિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ રોબર્ટો ટી. લીયોન ન્યૂઝીલેન્ડ ના ક્રાઇસ્ટચર્ચમાં બીજો અણધાર્યો ભૂકંપ ત્રાટક્યો ત્યારે ત્યાં હાજર હતા. તેમનો એક રસપ્રદ બ્લોગ છે. સમગ્ર બ્લોગમાં રસપ્રદ વાંચન છે, જેમાં એક ભાગમાં તેમનો ચીલીના ભૂકંપ સાથે સરખામણી નો સારાંશ છે.

તે મારા માટે તદ્દન પણે અલગ હતા, કારણકે મારા મોટાભાગના તાજેતરના સ્મરણો ગત વર્ષે મેં અનુભવેલા ચીલીના મહા ભૂકંપો સાથે જોડાયેલા હતા. ચીલીના ભૂકંપો ધીરેધીરે સર્જાતા હતા અને લાંબો સમય ટકતા હતા. જ્યારે આ ભૂકંપ માં તીવ્ર ઉછાળા સાથેના ત્રણ કે ચાર અત્યંત અણધાર્યા,સખત ઉર્ધ્વ અનુભવો સાથેના આંચકાઓ અને સંભવિતપણે ૧૫ કે તેથી વધારે સેકન્ડ ટકતો ન હોય તેવું જણાતું હતું.

જાપાન (૧૧ માર્ચ, ૨૦૧૧)

જ્યારે ભૂકંપ ત્રાટક્યો ત્યારે સ્ટ્રક્ચરલ ઇજનેર, મિત્ર બાલાજી ટોકીયોમાં તેમની કચેરીની દસ માળ ધરાવતી ઇમારતના ચોથા માળે હતા. એક એવી અંતરિયાળ જગ્યા, જ્યાં સુનામી પહોંચી શકે તેમ નહોતી. કેટલાક દિવસો પછી તેમણે મને સ્કાઈપ જણાવ્યું કે ઘાતકપણે તત્ક્ષણ ત્રાટકેલા પેટાળ મોજાને કઈ રીતે તેમણે સૌપ્રથમવાર અનુભવ્યા.પછી, તેમણે સપાટી મોજા આવવાની રાહ જોઈ હતી. પગ નીચે હચમચતી

ધરતી માટે તેઓ પોતાની જાતને તૈયાર કરી રહ્યા હતા, કેમકે સપાટી મોજા તત્ક્ષણ આવવાના હતા. બીજી જ મિનીટે તેમણે તેમના સાથીદારને તેની વાંકી વળેલી પીઠ સાથે ઉડતો અને દીવાલ સાથે અફળાતો જોયો હતો. તે એક કાતીલ ઝાટકો હતો, પરંતુ સદભાગ્યે બંને સલામત હતા. તેમના સાથીદારોએ જે ઇમારતોની ડીઝાઇન બનાવી હતી તે ઇમારતોએ તેમની સલામતીની ખાત્રી પૂરી પાડી હતી.

***

દસ વર્ષ પહેલા મેં વ્યક્તિગતપણે ગુજરાત, ભારત ભૂકંપ (૨૬ જાન્યુઆરી ૨૦૦૧) અનુભવ્યા હતા, કારણ કે તે અંદાજે બે મિનીટ ટક્યા હતા. તેના વચલા ગાળામાં તેણે મને મારી ઉંઘમાંથી જગાડ્યો અને હું જ્યાં હતો તે ભોંયતળીયા સહિતની બે માળની ઇમારત તે એક લાક્ષણિક રીઇન્ફોર્સ્ડ સીમેન્ટ કોન્ક્રીટ (આરસીસી) કન્ફાઇન્ડ માળખું ધરાવે [અમદાવાદમાં હોસ્ટેલ ઇમારતનું ચિત્ર] છે તેણે આ ઝાટકા આબાદ ઝીલ્યા હતા.સમગ્ર ભારતમાં સંસ્થાગત ઇમારતો માટે આ લાક્ષણિક ડીઝાઇન છે. તેની ડીઝાઇન બનાવતી વખતે અને બાંધકામ વખતે ઇમારતોની હિલચાલને અને અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખવામાં આવી હોવાનો સંતોષ લઈ શકાય. અન્યથા, જે ઇમારતો માત્ર વિસ્તારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય અને વાસ્તવમાં તે ઉભી રહેશે કે કેમ તે ધ્યાનમાં રાખવામાં આવ્યું ના હોય તે ઇમારતો નસીબદાર નહોતી. એમાંની ઘણી ધરાશાયી થઈ ગઈ હતી. એ સમયે અમે વિદ્યાર્થી હતા. આ તમામ અરાજકતા દરમિયાન મારા એક સ્ટ્રક્ચરલ ઇજનેર સહાધ્યાયી મિત્રએ આ ડહાપણભરેલા શબ્દો કહ્યા હતા,

.... ક્યાં તો તમે ઇમારતની ડીઝાઇન એવી ચુસ્ત બનાવો કે કશું જ ના થાય, અથવા એને એટલી સ્થિતિસ્થાપક બનાવો કે તમે તેને ક્યાંય પણ ગમે તેટલી વાળી શકો, આમળી શકો, અથવા તમે તેના જોઇન્ટ્સ એવા સ્થિતિસ્થાપક બનાવો કે ભૂકંપનું બળ કે ગાળો ગમે તેટલાં હોય, અનંત હોય તો પણ, સાંધા ક્યારેય તૂટે નહીં .


***

વેબસાઇટ : http://www.matter.org.uk/schools/content/seismology/pandswaves.html

વેબસાઇટ : http://earthquake.usgs.gov/learn/topics/?topicID=63