શાળામાં બાળકો અભ્યાસ કરીને એક જવાબદાર નાગરિકો બને છે. તેથી જે વાતાવરણમાં શાળાઓ કામગીરી બજાવે છે તે વાતાવરણ વિદ્યાર્થીઓમાં સલામતી, નિરાંત અને સર્જનાત્મકતાની લાગણી પ્રેરે તે જરૂરી છે. માળખાકીય રીતે સલામત અને સંગીન વર્ગખંડો વિદ્યાર્થીઓમાં સલામતીની લાગણી ઉભી કરવા માટે અનિવાર્ય છે. જ્યાં રીશેષ વખતે વિદ્યાર્થીઓ રમતો રમી શકે છે. તે વિશાળ રમતના મેદાનો ધરાવતા કોઇપણ શાળા નું એક મહત્વ નું લક્ષણ છે. દુ:ખદપણે, આમાંની મોટાભાગની બાબતોનો વિકાસશીલ જગતના વિવિધ શહેરો અને કસબાઓની બહુમત શાળાઓમાં અભાવ છે. જગ્યા અને ગુણવત્તાવાળા શિક્ષણની પાયાની સવલતો વિના શોપિંગ કોમ્પ્લેક્સીસમાં ગીચોગીચ ભરેલી નિશાળો ભારતમાં બિલાડીના ટોપની જેમ ફૂટી રહી છે. આ શાળાઓ રાહ જોતી દુર્ઘટના જેવી છે, કેમ કે તે રમતના મેદાનોની કોઈપણ જગ્યા વિના શહેરના ભરચક વિસ્તારોમાં આવેલી છે અને તેથી રીશેષના સમયે વિદ્યાર્થીઓને રમવાની અને મોજ-મસ્તી માટે કોઈ જગ્યા હોતી નથી.
તેથી આવી શાળાઓમાં અનિશ્ચિત ઘટના નું જોખમ રહેલું છે. વિદ્યાર્થીઓને બહારની ભીડ અને ટ્રાફિક સાથે ભળી જવાની ફરજ પડે છે અને તેમની પોતાની કોઈ સમર્પિત જગ્યા હોઈ શકે તેવું કોઈ શક્ય જ નથી. આનાથી સુરક્ષા સંબંધિત ગંભીર ચિંતાઓ સર્જાઈ શકે છે, ખુલ્લી જગ્યા, બાળકો ની ગણતરી અને અન્ય સંકટ પ્રબંધ ઉપાયો નાં પરધાનો ની સ્થિતિ માં સુધારા આવતા હોય છે.
તમામ શાળાઓના પરિસરોમાં દવાખાના હોય તેની ખાતરી પૂરી પાડવા કાળજી લેવાવી જોઇએ. શાળાઓમાં ફાયર સેફ્ટી ડ્રિલ્સ દાખલ થવી જોઇએ, જેથી વિદ્યાર્થીઓ આગ સંબંધિત આપત્તિઓ માટે સજ્જ થઈ શકે. ભૂકંપો, બોંબની ધમકીઓ, વગેરે જેવી બાહ્ય કટોકટીઓ માટે અલગ કવાયત હોવી જોઇએ. સ્થળાંતર યોજનાઓ પર યોગ્ય ભાર મુકાવો જોઇએ. શાળાઓ પ્રવેશ માટે સુગમ છે કે નહીં તે બીજું મહત્વનું પાસુ છે. શાળાઓમાં પુર્વાભ્યાશ હાથ ધરવા જોઈએ, જેથી શાળાઓમાં અગ્નિશામક વાહનો અને એમ્બ્યુલન્સોને પ્રવેશ કરવામાં કોઈ તકલીફ પડતી હોય તો તે જાણી શકાય. સમગ્રપણે પરિસરોની સલામતીને અત્યંત ગંભીરપણે લેવી જોઇએ, જેથી વિદ્યાર્થીઓની સલામતી સાથે કોઈ બાંધછોડ થાય નહી.
સલામત શાળાઓ દરેકના હિતમાં છે. શાળાના વાતાવરણમાં સલામતી અને નિરાંતની લાગણી સર્જીને આપણે એ ખાતરી પૂરી પાડી શકીશું કે વિદ્યાર્થીઓ તેમની શ્રેષ્ઠ અને સંપૂર્ણ સંભાવનાઓ સાથે કાર્ય કરે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો