આ લેખમાં આપણે અલારા વિષે ચર્ચા કરીશું.
અલારા રેડીયોએક્ટિવ સંપર્કથી મનુષ્યોને સર્જાતા જોખમને ઘટાડવા ‘વિકિરણ સંરક્ષણ’ના ક્ષેત્રમાં વપરાતી જોખમ નિવારણ ટેકનિક છે. તેમાં સંકળાયેલી તમામ અનિશ્ચિતતાઓ સાથે તમામ સામાજિક અને આર્થિક પાસાઓને તેમાં વિચારણામાં લેવામાં આવતા હોવાથી સંરક્ષણ માટે તમામ વાજબી પગલાઓ ભરવા જરૂરી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, માત્રાની મર્યાદાઓથી નીચે વિકિરણ સંપર્ક ઘટાડવા માટે તમામ પ્રયાસો કરવા જ જોઇએ. અલારા વિશ્વભરમાં તમામ વિકિરણ સલામતી કાર્યક્રમો માટે નિયમનકારી જરૂરિયાત છે. જોખમ કાયમી છે, તેથી, અલારાએ અલાર્પ કરતાં વધારે કડક ધોરણ બની જાય છે.
દા.ત. ધી નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટી (એનસીએસયુ) પોતાનો વિકિરણ સલામતી કાર્યક્રમ ધરાવે છે. આ કાર્યક્રમ કામદારોના સંપર્કમાં આવતી વિકિરણ માત્રાઓ ખર્ચ અસરકારક પગલાઓનો ઉપયોગ કરીને ઘટાડવાનો પ્રયાસ કરે છે. દરેક વિકિરણ માત્રા પ્રતિકૂળ અસરો ધરાવે શકે છે, જેનાથી જનીન વિકૃતિ અને કેન્સરનું જોખમ વધી શકે છે. અલારામાં સંબંધિત તમામ લોકો સલામતી માટે પ્રતિબદ્ધ હોય તે જરૂરી છે. નિયમનકારી સજ્જતા માટે વિકિરણ કામદારોએ કાનૂની રીતે નિયંત્રીત જે માત્રાને વળગી રહેવું જરૂરી હોય છે તેના માટેની માર્ગદર્શિકાઓ અને નિયમનો નોર્થ કેરોલિના કોડમાં છે.
ડાયાગ્રામને ઝીણવટથી નિહાળીએ. ‘સહ્ય ક્ષેત્ર’ અને ‘અસ્વીકૃત ક્ષેત્ર’ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા છે, કારણ કે પ્રથમ ક્ષેત્રમાં, જો કોઈ લાભની ઇચ્છા હોય તો જ જોખમ લેવામાં આવે છે, જ્યારે બીજામાં જોખમનું પ્રમાણ સ્વીકાર્ય નથી અને સતત દેખરેખને અધીન છે. આ સમજવા માટે ‘કાર્યાલય નિર્માણ’ અને ‘હોસ્પિટલ નિર્માણ’ના સલામતી કરારની તુલના કરી શકાય.
ઉકેલ શબ્દ
અલારા, અલાર્પ, જોખમ ઘટાડા તકનીક, વાજબીપણે વહેવારુ હોય તેટલું ઓછું, વાજબીપણે સિદ્ધ થઈ શકે તેટલું ઓછું, વિકિરણ સંરક્ષણ