થોડી સંચાલન અડચણ ને કારણે અમે નક્કી કરેલી શાળા ને બદલી નાખી.આ વખતે થોડી વધારે સરકારી તેમજ ખાનગી શાળાઓ ના સર્વેક્ષણ બાદ અમે સાંગખોલા પ્રાથમિક શાળા કે જે રાજ્યના પાટનગર ગંગટોક થી ૨૦ કિલોમીટર જેટલી પહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૧એ પર આવેલી છે તેને શોધી શક્યા.
સીડ્સ ની ટીમ માં રાખી,રેહમાન,હરજીત અને રીન્કુ કંટાળ્યા વિના સાંગખોલા માં શાળાના પુનઃનિર્માણ ની ડીઝાઇન માટે સ્થળ પર કાર્ય કરે છે.હેતુ ફક્ત સંરચના ને પહેલા કરતા સુરક્ષિત બનાવવાનો જ નહિ પરંતુ, સર્જેલા પર્યાવરણ ને શીખવા માટે વધુ સંચાલન ક્ષમ બનાવવાનો છે.
ટીમે સ્થાનિક ગામડાની વસ્તી,પંચાયત અને વિવિધ સરકારી વિભાગોમાં, ખાસ કરીને એચ.આર.ડી.ડી (રાજકીય શિક્ષણ વિભાગ) સાથે નિયમિત વિચાર-વિમર્શ માં છે.ઔપચારિક કાર્યશાળાઓ ખુબજ સફળ રહી છે.મહેરબાની કરીને વિકાસ પામતી સંરચના વિકલ્પો ના ચિત્રો પછી જુઓ.
ટૂંકસમયમાં બાંધકામ જેમ શરૂ થશે તેમ અમે કડિયાઓ તેમજ ઇજનેરો માટે સામૂહિક કાર્યશાળાઓ અને આદાન પ્રદાન સત્રો હાથ ધરી શકીશું.
રાજ્યની નુકશાન વાળી સાંગખોલા શાળા ની તસવીરો અહી નીચે પીકાશા આલ્બમ માં છે.
![]() |
૧૨૦૨૦૪ નુકશાન વાળી સાંગખોલા શાળા |
થોડા સંરચના વિકલ્પો અહી નીચે પીકાશા આલ્બમ માં જોવા મળશે.
![]() |
સાંગખોલા નવીસંરચના વિકલ્પો |