ભારતમાં ક્વેકસ્કૂલ નું આ પ્રથમ દેખીતી રીતે વર્ષ કપરી ઘરેલુ પરિસ્થિતિમાં રહ્યું ,ત્યારે અમે કેટલાક ઉપયોગી પાઠ શીખ્યા, જે એક પ્રકારે યાદગાર જેવા જ હતા. કામ ચિંતનાત્મક રહ્યું, મોટેભાગે એ હકીકત દ્રઢ થઈ કે જ્યાં જ્યાં પુનરાવર્તક ઇજનેરી પાછળના પ્રયાસો થયા ત્યાં આ પ્રયાસો નોંધપાત્ર રીતે પ્રોજેક્ટ ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થયા. આ પ્રયાસો ડીઝાઇન અને તેના અમલીકરણમાં સરળતા તરફ દોરી ગયા. સાથે સાથે અમે અમારા પ્રોજેક્ટમાં 'ટકાઉપણું' શબ્દ સમજવાનો પણ પ્રયાસ કર્યો.
અમે તાજેતરમાં અમારા કેટલાક નવા ગ્રાહકો માટે થોડાક કાર્ય-આધારીત એસાઇનમેન્ટ્સ પૂરા કર્યા. આમાંના ત્રણ રસપ્રદ એસાઇનમેન્ટ્સ નીચે પ્રમાણે હતા:
૧. સામખીયાળી, ગુજરાતમાં સૌર પ્લાન્ટના ફાઉન્ડેશનની ડીઝાઇન (
૨. નાગપુર, મહારાષ્ટ્રમાં વાંસ માળખાનું ડીઝાઇન પૃથક્કરણ (
૩. અમદાવાદ, ગુજરાતમાં ભોંયતળીયા ઉપરાંત દસ મજલાના માળખાનું મૂલ્ય ઇજનેરી પૃથક્કરણ (ક્લિક) કરો.
સામખીયાળી પ્રોજેક્ટ સૌર ઉર્જા પર ચાલનારો ભવિષ્યનો વિદ્યુત ઉત્પાદન પ્લાન્ટ છે. તેનો એક મહત્વનો ભાગ તેનો માળખાકીય પાયો છે, જેના પર તેની પેનલો અને એસેમ્બલી લાગશે. આ પ્રોજેક્ટ અમારા માટે અમેરિકા અને ભારતના મિકેનિકલ અને ઇનસ્ટુમેન્ટેશન ઇજનેરો સાથે કામ કરવાની તક હતી, જ્યાં અમે છ હજાર જેટલી સંખ્યાના ફાઉન્ડેશન યુનિટોના કદને સંપૂર્ણપણે ઉપયોગી બનાવવા અને તેમ કરીને તેનો ખર્ચ ઘટાડવા એક ટીમ તરીકે કામ કર્યું હતું. આ પ્રોજેક્ટની વિશેષ વિગતો (ક્લિક) લિન્ક પર મળી શકશે.
એક સંપૂર્ણપણે અલગ માળખાકીય ડીઝાઇન કાર્ય વન્ડરગ્રાસ સાથે થયું, જેણે અમને ડેન્ડ્રોકાલામસ સ્ટ્રિક્ટસ (અથવા ટૂંકમાં ડી સ્ટ્રિક્ટસ) ના નામે ઓળખાતી વાંસ કુળની પંદર પ્રજાતિઓ પૈકીની એક નો પરિચય કરાવ્યો.વન્ડરગ્રાસ દ્વારા તૈયાર કરેલી ડીઝાઇન પ્રમાણે તૈયાર થયેલા વિશિષ્ટ હાઉસિંગ યુનિટમાં આ વાંસની યોગ્યતાનું પરીક્ષણ કર્યું . અમે ફરીથી એ શીખ્યા કે વાંસના સંશોધન અને ઉપયોગને પ્રોત્સાહન આપવા ગ્રામીણ વિસ્તારોમાં નોંધપાત્ર માર્ગો તેમજ સરકારી નીતિઓ હોવા છતા તેનો હજી સુધી સંપૂર્ણપણે કસ કઢાયો નથી.તેનું મુખ્ય કારણ એ છે કે સંશોધકો અને બિલ્ડરો સહિતના મોટાભાગના લોકો ખાસ કરીને મોટા પાયે બિલ્ડીંગ મટીરીયલ તરીકે વાપરવા માટે વાંસને બિન-ટકાઉ અને જુનવાણી ચીજ ગણે છે અને તેથી એક વૈકલ્પિક મટીરીયલ પૂરું પડવાના તેના ગુણની ઉપેક્ષા કરે છે.આ પ્રોજેક્ટની વધુ વિગતો માટે ( ક્લિક) ની મુલાકાત લઈ શકો છો.
ભોંયતળીયા ઉપરાંત દસ મજલાના માળખા પ્રોજેક્ટ દ્વારા અમે અમદાવાદ શહેરમાં એક વિશષ્ટ બહુમાળી ઇમારતનું કમ્પ્યુટર આધારીત 3-ડી પૃથક્કરણ કર્યું. આ બહુમાળી માળખું વધારાની લવચીક ક્ષમતા માટે સીમેન્ટ અને એમ્બેડેડ સ્ટીલનું બનેલું છે, જે સૌથી મોંઘા છે.આ પ્રકારના બાંધકામો તેમના પ્રાથમિક ઘટકો સીમેન્ટ અને સ્ટીલની લવચીકતાને કારણે લગભગ તમામ વિકાસશીલ દેશોમાં જોઈ શકાય છે. એક રીતે ઇજનેરીશાસ્ત્ર સલામતીની ખાત્રી પૂરી પાડવા અને ખર્ચ ઘટાડવા માટે છે અને અહીં અમારો હેતુ 'મૂલ્ય ઇજનેરી દ્રષ્ટિકોણ'થી આ માળખાનું પૃથક્કરણ કરવાનો રહ્યો છે, જેથી અમે તેના પાયાના ઘટકોના વપરાશ પર દેખરેખ રાખીને તેનો ખર્ચ ઘટાડી શક્યા હતા.લિન્ક (ક્લિક) પર આ પ્રોજેક્ટની વિગતો મળી શકશે.
આ નાના પ્રોજેક્ટોને હાથ ધર્યા ત્યારે અમને પ્રતીતી થઈ કે અમે ડીઝાઇન કરેલા બિલ્ડીંગ માળખાંની ડીઝાઇન કે અમે વાપરેલી સામગ્રી ગમે તેટલી હોય, જો તેનો બુદ્ધિપૂર્વકનો ઇજનેરી વિનિયોગ થાય તો તેનાથી ખર્ચ ઘટવા ઉપરાંત ટકાઉપણાના મુદ્દાઓને હલ કરવામાં પણ મદદ મળી શકે છે, જે તેના સ્તરે સામાજીક અને આર્થિક રીતે યોગ્ય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો