બુધવાર, 23 મે, 2012

કેન્સવીલ માં ડોક્ટર ભાવેશ ના નિવાસ ની માળખાકીય પદ્ધતિ અને પ્રગતિ પર નોંધ

કેન્સવીલ કાર્યસ્થળ નળસરોવર પક્ષી અભ્યારણ્યની ખૂબ ભેજવાળી જમીનથી થોડા પહેલા કુદરતી પાણીની નિકાલ વ્યવસ્થાના રસ્તા પર આવેલું છેઅને તેથી તેનું પાણી કોષ્ટક ઊંચું છે. ભૌગોલિક / ભૂઆકાર વિજ્ઞાન ગુણ ને કારણે પાયાની જમીનમાં મુખ્યત્વે કાંપ જેવી રેતી છે. આશરે પંચોતેર ટકા (૭૫%) ભાગની જમીન દાણાદાર અને બાકીની જમીન ખૂબજ સંકોચાયેલી અને ચીકણી છેસહજ શબ્દોમાં જમીન કાળા કપાસની જમીન તરીકે પણ જાણીતી છે. જમીનની પ્રકૃતિ એવી છે કે તેની ભાર સહન કરવાની ક્ષમતા સામાન્ય છે તે ઉપરાંત જમીન નું ધોવાણ ખૂબજ થાય છે.જમીનની પરિસ્થિતિ અને સાથે વર્તમાન ભાર પરથી અમારે ગોળાકાર ચણતરના પાયા પર પાતળા ફેરોસિમેન્ટ ના કવચ અને તેના પર લેન્ડસ્કેપ ઘાંસ હોય તેવી રચના ધ્યાનમાં લેવાની જરૂર પડી. હેતુ હતો કે પાયાઓ અને અધિસંરચનાના કવચ દ્વારા સ્વતંત્ર રીતે પૂરતી અખંડતા મેળવી શકાય. જે પછી જમીનમાં થતી હિલચાલના તફાવત ની પરિસ્થિતિ સામે ટકી રહેશે. વધારે જાણકારી માટે નીચે આપેલ ચિત્ર જુઓ.


***
આ પાયાના ચણતરનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે અને અત્યારે તળિયાની ઉભણી (પ્લીન્થ) તૈયાર થઇ રહી છે. દેશના અન્ય ભાગોની જેમ, ગુણવત્તા વાળા કાર્યદળની ઉપલબ્ધતા એ એક ચિંતાનો વિષય છે, અને કાર્યસ્થળનું અંતર અમારા કાર્ય ની ગતિને ધીરી રાખી રહ્યું છે. જોકે અમારા ઠેકેદાર નિરવે અને દક્ષેશે ઈંટના ચણતર કામમાં અને ખોદકામમાં નિપૂણ હોય તેવા સ્થાનિક કાર્યદળો શોધ્યા હતા. ખોદકામ પૂર્ણ થતા તરત જ કાર્ય શરૂ કરતા પહેલા અને કામ ચાલુ હતું તે દરમિયાન તેમણે ઈંટકામ ના કડિયાઓ સાથે સતત વાતચીત કરીને જરૂરી ગુણવત્તાની ખાતરી કરી હતી. તસવીરો જોવા માટે અહી ક્લિક કરો.  


હાલમાં ફેરોસિમેન્ટના કવચના બાંધકામ માટે સામગ્રી ની જમાવટ થઈ રહી છે; અને જેમ કામ આગળ વધશે તેમ અમે માહિતી આપતા રહીશું. કૃપા કરીને મુલાકાત જાળવી રાખો.


*કાળીમાટી ખૂબજ ચીકણી અને સંકોચાયેલી જેવી હોય છે.




શનિવાર, 5 મે, 2012

તાજેતરના સુધારાઓ - ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧, સિક્કિમ ભૂકંપ


સાંગખોલા શાળા ની પ્રગતિ ધીરી પણ મજબૂત છે. ધીરી પ્રગતિ મોટા ભાગે  રિઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રિટ  (ભારત માં આર.સી.સી નામે ઓળખાય છે) નામ ની બાંધકામ સામગ્રી નું કામ કરી શકે તેવા લાયક કાર્યદળ ની બિન- ઉપલબ્ધતા ના કારણે છે. શિક્ષણ  વિભાગે પણ માત્ર આર.સી.સી ની મદદ થી  નવી ઈમારત ના બાંધકામ ની ઈચ્છા વ્યક્ત કરી છે અને તેઓ,  જેમ બને તેમ જલ્દી થી અમે કાર્ય પૂર્ણ કરીએ તેના માટે  આતુર છે. સારી રીતે સમજી શકાય છે અને અધિષ્ઠાપિત છે કે, ભૂકંપ દરમ્યાન થયેલ નુકશાન પ્રાથમિક રીતે નિષ્ફળ રીતે જળવાયેલી જમીનપ્રતીધારણ દિવાલો, અપૂરતી ડીઝાઇન અને ખાસ કરીને આર.સી.સી  ના સાંધાઓ ને કારણે છેઘણા કિસ્સાઓ માં જમીન યોગ્ય રીતે સઘન હતી,અમુક કિસ્સાઓમાં બીજી જગ્યાએથી માટી લઇ પુરણ કરીને જમીન ને સમતલ કરવામાં આવી હતી અને અધુરી પ્રતિધારણ દિવાલો હતી. અપૂરતી પોચી સ્થાપક જમીન ને કારણે માળખાઓમાંથી  ધ્રુજારી પસાર થતા સિક્કિમની ઈમારતોમાં સારી ગુણવત્તા વાળા બાંધકામ હોવા છતા મોટું નુકશાન નોંધાયું હતું. ડીઝાઇન પર અપૂરતું ધ્યાન એ આ ભૂકંપ ના નુકશાન નું અન્ય કારણ હતું.

હવે સુધારેલી પરિયોજના સાથે પાયાનું બાંધકામ મેં મહિના ના મધ્યમાં,અને સંરચનાત્મક માળખાનું આયોજન જૂન મહિના ની મધ્યમાં પૂર્ણ થાય એવી  તેવી અપેક્ષા છે. પાયાના કામ ની તસ્વીરો અહિયાં જુઓ ( ક્લિક );. આર.સી.સી કોલમ ના આધાર માટે અત્યંત સઘન પાયાના ખાડાઓ તૈયાર કરવા પર ભાર મુકવામાં આવે છે.

અમે સ્થાનિક ઠેકેદારો ની કાર્યક્ષમતા ને તકનિકી અને સંચાલકીય પાસાઓ માં કાર્યક્ષમ બનાવવા જોઈ રહ્યા છીએ. જે કરવા માટે  અમારે વધારે અનુભવી ઈજનેરી ટીમનીમેદાન પર મુકવાની જરૂર પડી, રાકેશ જે સીડ્સ  માંથી  અગ્રણી છે, તેની સાથે ગુજરાત ના પાટણકા ગામ માંથી કડિયો રમેશ શાળા
પુનઃનિર્માણ માં મદદ માટે છે

***
વધુમાં, પૂર્વ જીલ્લામાં ત્રણ નુકસાન પામેલી શાળાઓ ની ઈમારતોના સંકુલમાં પુનઃ નિર્માણ માટેની તૈયારીઓ ચાલે છે. અમે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વખતે શાળા કેમ્પસમાં જીવન સલામતી ના પાસાને, શાળા કેમ્પસમાં સ્થાનિક આંતરમાળખા  નિર્માણ અને સામુહિક ભાગીદારીના અભ્યાસ દ્વારા જાગરૂકતા લાવવાના પાસાને ને આવરી લેવા જોઈ રહ્યા છીએ.


શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

તાજેતર ના સુધારાઓ-૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧ સિક્કિમ ભૂકંપ

થોડી સંચાલન અડચણ ને કારણે અમે નક્કી કરેલી શાળા ને બદલી નાખી. વખતે થોડી વધારે સરકારી તેમજ ખાનગી શાળાઓ ના સર્વેક્ષણ બાદ અમે સાંગખોલા પ્રાથમિક શાળા કે જે રાજ્યના પાટનગર ગંગટોક થી ૨૦ કિલોમીટર જેટલી પહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૩૧એ પર આવેલી છે તેને શોધી શક્યા.

સીડ્સ ની ટીમ માં રાખી,રેહમાન,હરજીત અને રીન્કુ કંટાળ્યા વિના સાંગખોલા માં શાળાના પુનઃનિર્માણ ની ડીઝાઇન માટે સ્થળ પર કાર્ય કરે છે.હેતુ ફક્ત સંરચના ને પહેલા કરતા સુરક્ષિત બનાવવાનો નહિ પરંતુ, સર્જેલા પર્યાવરણ ને શીખવા માટે વધુ સંચાલન ક્ષમ બનાવવાનો છે.

ટીમે સ્થાનિક ગામડાની વસ્તી,પંચાયત અને વિવિધ સરકારી વિભાગોમાં, ખાસ કરીને એચ.આર.ડી.ડી (રાજકીય શિક્ષણ વિભાગ) સાથે નિયમિત વિચાર-વિમર્શ માં છે.ઔપચારિક કાર્યશાળાઓ ખુબજ સફળ રહી છે.મહેરબાની કરીને વિકાસ પામતી સંરચના વિકલ્પો ના ચિત્રો પછી જુઓ.

ટૂંકસમયમાં બાંધકામ જેમ શરૂ થશે તેમ અમે કડિયાઓ તેમજ ઇજનેરો માટે સામૂહિક કાર્યશાળાઓ અને આદાન પ્રદાન સત્રો હાથ ધરી શકીશું.

રાજ્યની નુકશાન વાળી સાંગખોલા શાળા ની તસવીરો અહી નીચે પીકાશા આલ્બમ માં છે.


૧૨૦૨૦૪ નુકશાન વાળી સાંગખોલા શાળા


થોડા સંરચના વિકલ્પો અહી નીચે પીકાશા આલ્બમ માં જોવા મળશે.

૧૨૦૨૦૪

સાંગખોલા નવીસંરચના વિકલ્પો