શનિવાર, 5 મે, 2012

તાજેતરના સુધારાઓ - ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧, સિક્કિમ ભૂકંપ


સાંગખોલા શાળા ની પ્રગતિ ધીરી પણ મજબૂત છે. ધીરી પ્રગતિ મોટા ભાગે  રિઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રિટ  (ભારત માં આર.સી.સી નામે ઓળખાય છે) નામ ની બાંધકામ સામગ્રી નું કામ કરી શકે તેવા લાયક કાર્યદળ ની બિન- ઉપલબ્ધતા ના કારણે છે. શિક્ષણ  વિભાગે પણ માત્ર આર.સી.સી ની મદદ થી  નવી ઈમારત ના બાંધકામ ની ઈચ્છા વ્યક્ત કરી છે અને તેઓ,  જેમ બને તેમ જલ્દી થી અમે કાર્ય પૂર્ણ કરીએ તેના માટે  આતુર છે. સારી રીતે સમજી શકાય છે અને અધિષ્ઠાપિત છે કે, ભૂકંપ દરમ્યાન થયેલ નુકશાન પ્રાથમિક રીતે નિષ્ફળ રીતે જળવાયેલી જમીનપ્રતીધારણ દિવાલો, અપૂરતી ડીઝાઇન અને ખાસ કરીને આર.સી.સી  ના સાંધાઓ ને કારણે છેઘણા કિસ્સાઓ માં જમીન યોગ્ય રીતે સઘન હતી,અમુક કિસ્સાઓમાં બીજી જગ્યાએથી માટી લઇ પુરણ કરીને જમીન ને સમતલ કરવામાં આવી હતી અને અધુરી પ્રતિધારણ દિવાલો હતી. અપૂરતી પોચી સ્થાપક જમીન ને કારણે માળખાઓમાંથી  ધ્રુજારી પસાર થતા સિક્કિમની ઈમારતોમાં સારી ગુણવત્તા વાળા બાંધકામ હોવા છતા મોટું નુકશાન નોંધાયું હતું. ડીઝાઇન પર અપૂરતું ધ્યાન એ આ ભૂકંપ ના નુકશાન નું અન્ય કારણ હતું.

હવે સુધારેલી પરિયોજના સાથે પાયાનું બાંધકામ મેં મહિના ના મધ્યમાં,અને સંરચનાત્મક માળખાનું આયોજન જૂન મહિના ની મધ્યમાં પૂર્ણ થાય એવી  તેવી અપેક્ષા છે. પાયાના કામ ની તસ્વીરો અહિયાં જુઓ ( ક્લિક );. આર.સી.સી કોલમ ના આધાર માટે અત્યંત સઘન પાયાના ખાડાઓ તૈયાર કરવા પર ભાર મુકવામાં આવે છે.

અમે સ્થાનિક ઠેકેદારો ની કાર્યક્ષમતા ને તકનિકી અને સંચાલકીય પાસાઓ માં કાર્યક્ષમ બનાવવા જોઈ રહ્યા છીએ. જે કરવા માટે  અમારે વધારે અનુભવી ઈજનેરી ટીમનીમેદાન પર મુકવાની જરૂર પડી, રાકેશ જે સીડ્સ  માંથી  અગ્રણી છે, તેની સાથે ગુજરાત ના પાટણકા ગામ માંથી કડિયો રમેશ શાળા
પુનઃનિર્માણ માં મદદ માટે છે

***
વધુમાં, પૂર્વ જીલ્લામાં ત્રણ નુકસાન પામેલી શાળાઓ ની ઈમારતોના સંકુલમાં પુનઃ નિર્માણ માટેની તૈયારીઓ ચાલે છે. અમે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વખતે શાળા કેમ્પસમાં જીવન સલામતી ના પાસાને, શાળા કેમ્પસમાં સ્થાનિક આંતરમાળખા  નિર્માણ અને સામુહિક ભાગીદારીના અભ્યાસ દ્વારા જાગરૂકતા લાવવાના પાસાને ને આવરી લેવા જોઈ રહ્યા છીએ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો