બુધવાર, 23 મે, 2012

કેન્સવીલ માં ડોક્ટર ભાવેશ ના નિવાસ ની માળખાકીય પદ્ધતિ અને પ્રગતિ પર નોંધ

કેન્સવીલ કાર્યસ્થળ નળસરોવર પક્ષી અભ્યારણ્યની ખૂબ ભેજવાળી જમીનથી થોડા પહેલા કુદરતી પાણીની નિકાલ વ્યવસ્થાના રસ્તા પર આવેલું છેઅને તેથી તેનું પાણી કોષ્ટક ઊંચું છે. ભૌગોલિક / ભૂઆકાર વિજ્ઞાન ગુણ ને કારણે પાયાની જમીનમાં મુખ્યત્વે કાંપ જેવી રેતી છે. આશરે પંચોતેર ટકા (૭૫%) ભાગની જમીન દાણાદાર અને બાકીની જમીન ખૂબજ સંકોચાયેલી અને ચીકણી છેસહજ શબ્દોમાં જમીન કાળા કપાસની જમીન તરીકે પણ જાણીતી છે. જમીનની પ્રકૃતિ એવી છે કે તેની ભાર સહન કરવાની ક્ષમતા સામાન્ય છે તે ઉપરાંત જમીન નું ધોવાણ ખૂબજ થાય છે.જમીનની પરિસ્થિતિ અને સાથે વર્તમાન ભાર પરથી અમારે ગોળાકાર ચણતરના પાયા પર પાતળા ફેરોસિમેન્ટ ના કવચ અને તેના પર લેન્ડસ્કેપ ઘાંસ હોય તેવી રચના ધ્યાનમાં લેવાની જરૂર પડી. હેતુ હતો કે પાયાઓ અને અધિસંરચનાના કવચ દ્વારા સ્વતંત્ર રીતે પૂરતી અખંડતા મેળવી શકાય. જે પછી જમીનમાં થતી હિલચાલના તફાવત ની પરિસ્થિતિ સામે ટકી રહેશે. વધારે જાણકારી માટે નીચે આપેલ ચિત્ર જુઓ.


***
આ પાયાના ચણતરનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે અને અત્યારે તળિયાની ઉભણી (પ્લીન્થ) તૈયાર થઇ રહી છે. દેશના અન્ય ભાગોની જેમ, ગુણવત્તા વાળા કાર્યદળની ઉપલબ્ધતા એ એક ચિંતાનો વિષય છે, અને કાર્યસ્થળનું અંતર અમારા કાર્ય ની ગતિને ધીરી રાખી રહ્યું છે. જોકે અમારા ઠેકેદાર નિરવે અને દક્ષેશે ઈંટના ચણતર કામમાં અને ખોદકામમાં નિપૂણ હોય તેવા સ્થાનિક કાર્યદળો શોધ્યા હતા. ખોદકામ પૂર્ણ થતા તરત જ કાર્ય શરૂ કરતા પહેલા અને કામ ચાલુ હતું તે દરમિયાન તેમણે ઈંટકામ ના કડિયાઓ સાથે સતત વાતચીત કરીને જરૂરી ગુણવત્તાની ખાતરી કરી હતી. તસવીરો જોવા માટે અહી ક્લિક કરો.  


હાલમાં ફેરોસિમેન્ટના કવચના બાંધકામ માટે સામગ્રી ની જમાવટ થઈ રહી છે; અને જેમ કામ આગળ વધશે તેમ અમે માહિતી આપતા રહીશું. કૃપા કરીને મુલાકાત જાળવી રાખો.


*કાળીમાટી ખૂબજ ચીકણી અને સંકોચાયેલી જેવી હોય છે.




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો